business
સ્મૃતિ મંધાના કે હરમનપ્રીત કૌર નહીં! આ સ્ટાર છે ભારતની સૌથી અમીર મહિલા ક્રિકેટર, નેટવર્થ જાણીને ચોંકી જશો
richest indian women cricketer: વર્લ્ડ કપમાં જીત મેળવ્યા પછી ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ક્રેઝ વધી રહ્યો છે. પહેલા મહિલા ક્રિકેટને એટલું કવરેજ મળતું નહોતું જેટલું આજે મળી રહ્યું છે. મહિલા પ્રીમિયર લીગની ખેલાડીઓને મોટું સ્ટેજ આપવામાં આવ્યું તો 2025માં ભારતીય ટીમે પહેલીવાર મહિલા વર્લ્ડ કપ જીતીને આ રમતની લોકપ્રિયતાને નવી ઊંચાઈએ પહોંચાડી દીધી. તેની અસર ન માત્ર ફેમ પર પરંતુ, મહિલા ક્રિકેટરોની બ્રાન્ડ વેલ્યુ પર પણ પડી છે. આજે સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર જેવી સ્ટાર ખેલાડીઓની બ્રાન્ડ વેલ્યુ કરોડોમાં છે. પરંતુ જ્યારે ભારતની સૌથી અમીર મહિલા ક્રિકેટરની વાત આવે ત્યારે આ બંનેથી આગળ એક એવું નામ છે. જેણે મેદાન પર આશરે અઢી દાયકા સુધી રાજ કર્યું. આવો આ સ્ટાર ક્રિકેટર વિશે જાણીએ.
Read full article on News18 Gujarati