Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

સુરતમાં માથાભારે તત્વોના સામ્રાજ્ય પર બુલડોઝર કાર્યવાહી:કોસાડ આવાસમાં SMC અને અમરોલી પોલીસનું મેગા ડિમોલિશન, ગેરકાયદે દબાણો તોડી પડાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 11, 2026 👁 1 views
સુરતમાં માથાભારે તત્વોના સામ્રાજ્ય પર બુલડોઝર કાર્યવાહી:કોસાડ આવાસમાં SMC અને અમરોલી પોલીસનું મેગા ડિમોલિશન, ગેરકાયદે દબાણો તોડી પડાયા
સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તથા માથાભારે તત્વોમાં કાયદાનો ડર પેદા કરવાના ભાગરૂપે પ્રશાસને આકરી કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાત સરકારની અસામાજિક તત્વો અને ગેરકાયદે દબાણો સામેની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ સુરત મહાનગરપાલિકા અને અમરોલી પોલીસના સંયુક્ત ઉપક્રમે કોસાડ આવાસ વિસ્તારમાં મોટા પાયે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ગેરકાયદે કબ્જો જમાવીને પાકાં તેમજ કાચાં બાંધકામો ખડકી દીધા કોસાડ આવાસના H-2 સેક્ટરમાં કેટલાક અસામાજિક ઈસમો અને દબાણકારોએ સરકારી જમીન તથા આવાસની ખુલ્લી જગ્યાઓ પર ગેરકાયદે કબ્જો જમાવીને પાકાં તેમજ કાચાં બાંધકામો ખડકી દીધા હતા. સ્થાનિક રહીશો લાંબા સમયથી આવા તત્વોના ત્રાસ અને ગુંડાગીરીથી પરેશાન હતા. આ અંગે મળેલી વ્યાપક ફરિયાદોના આધારે પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા સયુંકત એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો આ સમગ્ર ઓપરેશન નાયબ પોલીસ કમિશનર (DCP) લખધીરસિંહ ઝાલાની સીધી હાજરી અને સુપરવિઝન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સમગ્ર વિસ્તારમાં અભેદ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા જેસીબી અને બુલડોઝરની મદદથી સરકારી જમીન પર ઊભા કરાયેલા તમામ ગેરકાયદે દબાણોને જોતજોતામાં જમીનદોસ્ત કરી દેવાયા હતા. આગામી દિવસોમાં બુલડોઝર અભિયાન યથાવત રહેશે ગેરકાયદે દબાણકારો સામે સુરત તંત્રની આ લાલ આંખથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પ્રશાસને આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશ પાઠવ્યો છે કે જાહેર જમીનો પર કબજો જમાવનારા કે કાયદાનું ઉલ્લંઘન કરનારા કોઈપણ તત્વને બક્ષવામાં નહીં આવે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદે બાંધકામો સામે આ પ્રકારનું બુલડોઝર અભિયાન યથાવત રહેશે તેવી વહીવટી તંત્ર દ્વારા કડક ચેતવણી આપવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan