crime
સિહોરના ગૌતમેશ્વર રોડ પર બાવળનાં ઝુંડથી વાહનચાલકો-યાત્રિકો પરેશાન:રસ્તાની બંને બાજુ 3 ફૂટ સુધી બાવળ ઊગી નીકળ્યા, શ્રાવણ માસ પહેલાં સફાઈ અને બાવળ કપવાની માંગ
'છોટે કાશી' તરીકે ઓળખાતા સિહોરના છેવાડે આવેલા પૌરાણિક અને સ્વયંભૂ ગૌતમેશ્વર મહાદેવ મંદિર તરફ જતા માર્ગની બિસ્માર હાલતને લઈને સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરકાના દરવાજાથી ગૌતમેશ્વર મહાદેવ મંદિર સુધી ગૌતમી નદીના કિનારે આવેલા માર્ગની બંને બાજુ બાવળનાં ઝુંડ રોડ પર આવી જતાં વાહનચાલકો અને પદયાત્રીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. આગામી શ્રાવણ માસ દરમિયાન સિહોર અને સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે તેમજ આઠમના દિવસે અહીં પરંપરાગત મેળો પણ યોજાય છે. સ્થાનિક સામાજિક કાર્યકર ભરતભાઇએ જણાવ્યું હતું કે, માર્ગ પર ઝાડી-ઝાંખરાં વધી જતાં બે વાહનો સામસામે પસાર થઈ શકતા નથી. આથી શ્રાવણ માસ શરૂ થાય તે પૂર્વે નગરપાલિકા તંત્ર અને ચીફ ઓફિસર દ્વારા રોડની યોગ્ય સફાઈ, બાવળનું કાપકામ અને રસ્તાના સમારકામની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
Read full article on Divya Bhaskar