Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત

📰 Abp News 🕐 1 min read 📅 August 19, 2026 👁 6 views
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત

સનાતન ધર્મમાં શ્રાવણ મહિનાની પૂર્ણિમાનું ખૂબ જ અનેરું મહત્વ છે. આ એ જ પવિત્ર દિવસ છે જ્યારે ભાઈ-બહેનના અતૂટ પ્રેમનો પ્રતિક એવો તહેવાર એટલે કે 'રક્ષાબંધન' ઉજવવામાં આવે છે અને આ સાથે જ ભક્તિભાવથી ભરેલો પવિત્ર શ્રાવણ માસ પણ પૂર્ણ થાય છે.

પરંતુ આ વર્ષે એટલે કે 2026 માં રક્ષાબંધન ક્યારે ઉજવવી, 27 ઓગસ્ટે કે 28 ઓગસ્ટે? તેને લઈને લોકોમાં ઘણી મુંઝવણ છે. તો ચાલો, આજે તમારી આ મુંઝવણ એકદમ સરળ ભાષામાં દૂર કરીએ અને જાણીએ ભદ્રાનો સમય શું છે અને રાખડી બાંધવા માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત કયું રહેશે.

ક્યારે છે શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન?

હિન્દુ પંચાંગ (કેલેન્ડર) મુજબ જોઈએ તો, શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 27 ઓગસ્ટ 2026 ની સવારે શરૂ થાય છે અને 28 ઓગસ્ટ 2026 ની સવાર સુધી રહે છે.

આપણી સનાતન પરંપરા એવું કહે છે કે કોઈપણ ઉપવાસ, સ્નાન, દાન અને તહેવારો હંમેશા 'ઉદયતિથિ' (એટલે કે જે દિવસે સૂર્યોદય સમયે જે તિથિ હોય) તે પ્રમાણે જ ઉજવવા જોઈએ. 28 ઓગસ્ટના રોજ સૂર્યોદય વખતે પૂર્ણિમા તિથિ હોવાથી, શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધનનો મુખ્ય તહેવાર 28 ઓગસ્ટ 2026, શુક્રવાર ના રોજ જ ઉજવવામાં આવશે.

તિથિ અને મુહૂર્તની સંપૂર્ણ વિગત:

પૂર્ણિમા તિથિ શરૂ: 27 ઓગસ્ટ 2026, સવારે 9:08 વાગ્યે

પૂર્ણિમા તિથિ સમાપ્ત: 28 ઓગસ્ટ 2026, સવારે 9:48 વાગ્યે

મુખ્ય તહેવાર (ઉદયતિથિ): 28 ઓગસ્ટ 2026 (શુક્રવાર)

સ્નાન-દાન માટે શુભ સમય: 28 ઓગસ્ટની સવાર (સૂર્યોદયથી લઈને સવારે 9:48 સુધી)

ભદ્રાનો સમય કેટલો રહેશે? ખાસ ધ્યાન આપો

રક્ષાબંધન પર ખાસ કરીને ભદ્રા કાળનું બહુ જ ધ્યાન રાખવામાં આવે છે, કારણ કે શાસ્ત્રોમાં ભદ્રા દરમિયાન રાખડી બાંધવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

27 ઓગસ્ટે ભદ્રા: 27 ઓગસ્ટે સવારે 9:08 વાગ્યે પૂર્ણિમા શરૂ થતાંની સાથે જ ભદ્રા પણ શરૂ થઈ જશે, જે રાત્રે 9:32 વાગ્યા સુધી ચાલશે. તેથી 27 તારીખે આખો દિવસ રાખડી બાંધવાની સખત મનાઈ રહેશે.

28 ઓગસ્ટે ભદ્રા મુક્ત: 28 ઓગસ્ટના રોજ સૂર્યોદય થાય તે પહેલાં જ ભદ્રા પૂરી થઈ જશે. આથી, 28 તારીખની સવાર એકદમ દોષમુક્ત અને શુભ છે.

રાખડી બાંધવાનું સૌથી બેસ્ટ મુહૂર્ત કયું?

તમારા ભાઈને રાખડી બાંધવા માટે સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર સમય 28 ઓગસ્ટના રોજ સૂર્યોદય પછીથી શરૂ થાય છે અને તે સવારે 9:48 વાગ્યા સુધી (જ્યાં સુધી પૂર્ણિમા છે ત્યાં સુધી) રહેશે.

શુભ મુહૂર્તનો સમય: સવારે 5:57 થી 9:48 વાગ્યા સુધી

કુલ મુહૂર્તનો સમય: આશરે 3 કલાક અને 51 મિનિટ

શ્રાવણ પૂર્ણિમાના દિવસે શું-શું કરવું જોઈએ?

શિવજીનો અભિષેક: શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હોવાથી, આ દિવસે શિવલિંગ પર કાચું દૂધ, જળ અને બીલીપત્ર જરૂર ચઢાવવા. આનાથી આખા મહિનાની પૂજાનું ફળ એકસાથે મળે છે.

ગંગા સ્નાન અને દાન: સવારે વહેલા ઉઠી પવિત્ર નદીમાં સ્નાન કરવું શ્રેષ્ઠ છે, અથવા ઘરમાં જ નહાવાના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું. ત્યારબાદ ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને અનાજ અથવા કપડાંનું દાન કરવું.

સત્યનારાયણ ભગવાનની કથા: પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથા વાંચવી કે સાંભળવી ખૂબ જ પુણ્યદાયી માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

આ પણ વાંચોઃ Chandra Grahan 2026: રક્ષાબંધન પર ચંદ્રગ્રહણ! શું રાખડી બાંધવાના મુહૂર્તમાં થશે ફેરફાર?

રાખડી બાંધવાની સાચી રીત

યોગ્ય દિશા: ભાઈને હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રહે તે રીતે બેસાડવો. તેનું માથું રૂમાલ કે કોઈપણ સાફ કપડાથી ઢાંકેલું હોવું જરૂરી છે.

તિલક કરો: બહેને પોતાની અનામિકા (રિંગ ફિંગર) આંગળી વડે ભાઈના કપાળ પર કંકુ કે રોલીનું તિલક કરવું અને તેના પર ચોખાના દાણા (અક્ષત) લગાવવા.

રાખડી બાંધો: ભાઈના જમણા હાથના કાંડા પર પ્રેમથી ત્રણ ગાંઠ મારીને રાખડી (રક્ષાસૂત્ર) બાંધો. રાખડી બાંધતી વખતે આ પવિત્ર મંત્ર બોલવો જોઈએ:
"યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્ર મહાબલઃ.
દસ ત્વામપી બધનામી રક્ષે મા ચલ મા ચલ."

આરતી ઉતારો: ભાઈ પર કોઈ ખરાબ નજર ન પડે અને નકારાત્મક ઉર્જા દૂર રહે તે માટે દીવો પ્રગટાવીને તેની આરતી ઉતારો.

મીઠાઈ ખવડાવો અને આશીર્વાદ લો: ત્યારબાદ ભાઈનું મોઢું મીઠું કરાવો (મીઠાઈ ખવડાવો). જો ભાઈ મોટો હોય તો બહેને તેના પગે લાગી આશીર્વાદ લેવા, અને ભાઈએ પોતાની બહેનને જીવનભર રક્ષણ આપવાનું અને પ્રેમથી કોઈ સારી ભેટ (ગિફ્ટ) આપવાનું વચન આપવું.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને પંચાંગ પર આધારિત છે. કોઈપણ વિગતવાર ધાર્મિક વિધિ માટે તમારા જ્યોતિષી કે પંડિતજીની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચોઃ Guru Nakshatra Gochar: 19 ઓગસ્ટથી ગુરુ બદલશે નક્ષત્ર, આ રાશિઓની કિસ્મત ચમકશે!

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan