top
શનિ-રવિવાર ના રોજ શહેરના 45 વધુ વિસ્તારમાં પાણી કાપ:GWIL દ્વારા મેન્ટેનન્સ કામગીરીને કારણે કેટલાંક વિસ્તારોમાં સપ્લાય બંધ રહેશે
ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા મહી-પરીએજ (GWIL) ના નાવડા હેડવર્ક્સ ખાતે NC-28 પાઇપલાઇનની મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર છે જેના કારણે તા.12 ને શનિવાર અને તા.13 ને રવિવાર ના રોજ તરસમીયા ફિલ્ટર પ્લાન્ટ આધારિત 20 ટકા વિસ્તારોમાં પાણી પુરવઠો આંશિક અથવા સપૂર્ણપણે બંધ રહેશે. પાણી કાપથી અસરગ્રસ્ત થનારા વિસ્તારો 12 સપ્ટેમ્બરને શનિવાર રોજ આ વિસ્તારોમાં પાણી કાપ દિલબહાર ESR સવારે 10 થી બપોરે 4 સુધી કાળિયાબીડ-ડી, સાગવાડી-કેસરીયા હનુમાન અને આજુબાજુના વિસ્તારો, રામનગર, અવનગર, વિદ્યાપીઠ સ્કૂલવાળો રોડ વગેરે. વર્ધમાનનગર ESR સવારે 10 થી સાંજે 6 સુધી મહાવીરનગર, દેવરાજ નગર, ભાગ્યોદય, માલધારી, જલારામ, કામિનીયા નગર, શિક્ષક સોસાયટી, અધેવાડા ગામ, તરસમીયા ગામ, અધેવાડા સોસાયટી, તળાજા રોડ, શેત્રુંજી રેસિડેન્શિયલ 1-2-3-4, તખતેશ્વર હાઇટ્સ. 13 સપ્ટેમ્બરને રવિવાર રોજ આ વિસ્તારોમાં પાણી કાપ વર્ધમાનનગર ESR સવારે 4 થી સાંજે 9:30 શ્રીનાથજીનગર-1-2-3, સ્વપ્નસૃષ્ટિ સોસાયટી, શિવ સૃષ્ટિ સોસાયટી, રિંગ રોડ આજુબાજુનો વિસ્તાર, હરિઓમનગર, ક્રિષ્ના પાર્ક, લાલ પાર્ક, બે માળિયા-સિંગલીયા. બાલયોગીનગર ESR સવારે 5 થી સાંજે 6 સુધી ગાયત્રીનગર, સમર્પણ, ધાવડીમાતાવાળો ખાંચો, અભિલેષ સર્કલ, પંચવટી, ઘોઘા રોડ, સુમેરુ ટાઉનશીપ, કૃણાલ સોસાયટી, લક્ષ્મીનગર, સોમનાથ રેસિડેન્સી, શીતળામાતા મંદિર આસપાસનો વિસ્તાર, પીપળ સોસાયટી, રૂવા ગામ, અકવાડા ગામ વગેરે. તરસમીયા ફિલ્ટર આધારિત અન્ય તમામ વિસ્તારો તથા શહેરના બાકીના વિસ્તારોમાં પાણી સપ્લાય નિયમિતપણે શરૂ રહેશે. અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને પાણીનો સંગ્રહ કરી વિવેકપૂર્વક ઉપયોગ કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે..
Read full article on Divya Bhaskar