Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

શિક્ષક દિવસની ખાસ રીતે કરો ઉજવણી, તમારા પ્રિય ગુરુને હાથથી બનાવેલી આ ભેટ આપો

📰 The Indian Express 🕐 1 min read 📅 September 1, 2026 👁 5 views
શિક્ષક દિવસની ખાસ રીતે કરો ઉજવણી, તમારા પ્રિય ગુરુને હાથથી બનાવેલી આ ભેટ આપો
Teachers Day 2026 Gift Ideas : ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ ભારતના બીજા રાષ્ટ્રપતિ, શિક્ષણવિદ અને મહાન દાર્શનિક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ એ શિક્ષકો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા દર્શાવવાનો અવસર છે જેમણે વિદ્યાર્થીઓના જીવનને ઘડવામાં અને વધુ સારા સમાજના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. શિક્ષક દિવસના અવસર પર ઘણા વિદ્યાર્થીઓ તેમના પ્રિય ગુરુને ભેટ આપીને તેમની લાગણીઓ વ્યક્ત કરે છે. બજારમાં શિક્ષકોને આપવા જેવી ઘણી ભેટો મળે છે, પરંતુ જો તમે આ શિક્ષક દિવસને કંઈક ખાસ અને યાદગાર બનાવવા માંગતા હોવ તો તમે તમારા મનપસંદ શિક્ષકને હાથથી બનાવેલી ભેટ આપી શકો છો. હાથથી બનાવેલી ભેટો માત્ર સુંદર જ દેખાતી નથી, પરંતુ તે તમારી મહેનત, સમર્પણ અને લાગણીઓને પણ દર્શાવે છે. આવી ભેટો શિક્ષક માટે લાંબા સમય સુધી યાદગાર રહી શકે છે. જો તમે પણ આ શિક્ષક દિવસ પર તમારા ગુરુને કંઈક ખાસ આપવા માંગો છો, તો તમે આ 5 પ્રકારના હાથથી બનાવેલા ગિફ્ટ આઇડિયા ટ્રાય કરી શકો છો જે ઘરે સરળતાથી બનાવી શકાય છે. ફોટો ફ્રેમ શિક્ષક દિવસ પર હાથથી બનાવેલી શાનદાર ભેટમાંથી એક ફોટો ફ્રેમ હોય છે. હાથથી બનાવેલી ફોટો ફ્રેમમાં તમે શિક્ષક સાથે તમારા ક્લાસની કોઇ સરસ તસવીર મૂકી શકો છો. તમે કાર્ડબોર્ડ, આઈસ્ક્રીમ સ્ટિક અથવા જાડા કાગળમાંથી ફ્રેમ બનાવીને પેઇન્ટ્સ અને નાની સુશોભન વસ્તુઓથી ફ્રેમને સજાવટ કરી શકો છો. તમે ફોટો સાથે બેસ્ટ ટિચર અથવા એક નાનો સંદેશ લખીને પણ આપી શકો છો. હાથથી બનાવેલા બુકમાર્ક શિક્ષક દિવસના અવસર પર તમે તમારા શિક્ષકને હાથથી બનાવેલા બુકમાર્ક પણ ભેટમાં આપી શકો છો. આ માટે તમારી પસંદગીના કદમાં જાડા કાગળ અથવા કાર્ડ શીટને કાપી તેને રંગી દો. તેના પર તમે કોઈ પ્રેરણાદાયી કોટ, શિક્ષકની કોઇ ખાસ શીખામણ અથવા સંદેશો લખી શકો છો. ઉપરથી રિબન અથવા ઊન મૂકીને તેને વધુ આકર્ષક બનાવી શકાય છે. સુશોભન પેન હોલ્ડર તમે તમારા મનપસંદ શિક્ષકને સુશોભન પેન હોલ્ડર પણ બનાવીને આપી શકો છો. આ માટે તમે ઘરમાં રાખેલા જૂના બોક્સ, કાચની બરણી અથવા ખાલી કન્ટેનરનો ફરીથી ઉપયોગ કરીને એક સુંદર પેન હોલ્ડર બનાવી શકો છો. તેને રંગીન કાગળ, કાપડ અથવા પેઇન્ટની મદદથી સજાવી પણ શકો છો. તમે પેન હોલ્ડર પર શિક્ષકનું નામ અથવા સંદેશો લખીને તેને વધુ ખાસ બનાવી શકો છો. કબાટમાં રાખેલા જૂના ટી-શર્ટ કામમાં આવશે, સોફા માટે આ રીતે તૈયાર કરો કુશન કવર હાથથી બનાવેલી વોલ હેંગિંગ હાથથી બનાવેલી દિવાલ સજાવટ માટે વોલ હેંગિંગ એકદમ આકર્ષક લાગે છે. શિક્ષક દિવસના અવસર પર તમે આ ભેટ તમારા મનપસંદ શિક્ષકને પણ આપી શકો છો. કાર્ડબોર્ડ, શણના દોરડા, લાકડાની નાની સ્ટિક અને પેપર ડેકોરેશનની મદદથી બનાવી શકાય છે. મધ્યમાં શિક્ષક માટે સંદેશો લખો અને નીચે નાના-નાના પેપર ટેગ લગાવો. ટેગ પર તમે તમારું નામ અથવા કેટલાક સારા કોટ્સ પણ લખી શકો છો. હાથથી બનાવેલા પ્લાન્ટર તમે તમારા શિક્ષકને કોઇ કન્ટેનરને સજાવીને એક નાનો ઇન્ડોર પ્લાન્ટ લગાવીને ભેટ આપી શકો છો. તેની સાથે તમે નાની નોટ્સ પણ લગાવી શકો છો. જો તમે ઇચ્છો તો તમે બે કે ત્રણ નાના પ્લાન્ટર તૈયાર કરી શકો છો. આ પ્લાન્ટરને શિક્ષક દ્વારા શાળાના ટેબલની સાથે-સાથે ઘરે સ્ટડી ટેબલ ઉપર પણ મૂકી શકાય છે.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan