top
Share Market News: નબળાં યુએસ જોબ ડેટા બાદ એશિયન શેરબજારોમાં સાર્વત્રિક સુધારો
Share Market News Today Live Update In Gujarati : એશિયાના શેરબજારોમાં સોમવારે સાર્વત્રિક તેજી હતી. અમેરિકાના નબળાં જોબ ડેટાથી ફેડ રેટ વધવાનું જોખમ હળવું થવાથી શેરબજારોમાં વધ્યા છે. જાપાન નિક્કેઇ ઇન્ડેક્સ 1300 પોઇન્ટ અને તાઇવાન માર્કેટ 860 પોઇન્ટ ઉછળ્યો હતો. છેલ્લા ઘણા દિવસથી સતત ઘટી રહેલો કોરિયન માર્કેટ Kospi 30 પોઇન્ટ સુધર્યો હતો. હોંગકોંગ 180 પોઇન્ટ, જકાર્તા, શાંઘાઇ, થાઇલેન્ડ અને સિંગાપોરના શેરબજારો સાધારણ વધીને ટ્રેડિંગ કરી રહ્યા હતા. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 15 પોઇન્ટ વધીને પોઝિટિવ ટ્રેડિંગ કરી રહ્યો હતો. FPI ની ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં ₹ 12921 કરોડની લેવાલી કરી વિદેશી રોકાણકારોએ ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ભારતીય શેરબજારમાં ₹ 12921 કરોડની ચોખ્ખી લેવાલી કરી છે. સારી મેક્રો ઇકોનોમિ સ્થિતિ, અમેરિકામાં વ્યાજદર ઘટવાની અપેક્ષા અને ક્રૂડ ઓઇલમાં નરમાઇ સાથે રૂપિયામાં સ્થિરતાથી FPI ફરી ભારતીય બજાર તરફ ફંટાયા છે. જુલાઇમાં FPI એ ભારતીય માર્કેટમાં ₹ 20200 કરોડનું રોકાણ કર્યું છે. જો કે તેની અગાઉના ચાર મહિનામાં સતત વેચવાલી કરી હતી.
Read full article on The Indian Express