Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન થયો પથ્થરમારો. ઘટના દાહોદના ગોધરા રોડ પર બની.. મુવાલીયા ચોકડી નજીક ઉજવણીમાં ડીજે વગાડવા મુદ્દે બે જૂથ વચ્ચે પહેલ તો ઉગ્ર બોલાચાલી થઈ.. જે બોલાચાલી જોતજોતામાં જ મારામારી સુધી પહોંચી હતી.. ડીજે વગાડવાના વિવાદમાં પોલીસ સાથે વાતચીત ચાલી રહી હતી ત્યારે જ પથ્થરમારો થતા સ્થળ પર નાસભાગ મચી ગઈ.. પથ્થરમારા અને નાસભાગમાં અનેક વાહનો પણ ક્ષતિગ્રસ્ત થયા.. તો હિંસક બનેલા ટોળાને વિખેરવા અને સ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસે સ્થલ પર ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. જો કે પોલીસે ત્વરીત કાર્યવાહી કરીને સ્થિતિ પર કાબુ મેળવી લીધો છે.. પથ્થરમારા અને બબાલ પર દાહોદ એસપીએ માહિતી આપી કે રેલી દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ ચૈતર વસાવાના સમર્થનમાં રોડ બ્લોક કર્યો હતો. પોલીસે આમ આદમી પાર્ટીના નેતાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો.. તો ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ પોલીસ પર જ પથ્થરમારો શરૂ કરી દીધો હતો.. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.