Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

બિરસા મુંડા યુનિવર્સિટીમાં લર્નિંગ લાયસન્સ કેમ્પ યોજાયો:RTO રાજપીપળાના સહયોગથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 14, 2026 👁 9 views
બિરસા મુંડા યુનિવર્સિટીમાં લર્નિંગ લાયસન્સ કેમ્પ યોજાયો:RTO રાજપીપળાના સહયોગથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું
બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO), રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે લર્નિંગ લાયસન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ, ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવાનો તેમજ 18 વર્ષ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને લાયસન્સ મેળવવાની પ્રક્રિયામાં માર્ગદર્શન અને સહાય પૂરી પાડવાનો હતો. આ કાર્યક્રમમાં ARTO નિમિષા પંચાલ, RTO વિષ્ણુ આસલ, યોગેશ સોનગર અને તેમની ટેક્નિકલ ટીમ ઉપસ્થિત રહી હતી. યુનિવર્સિટીની સ્કૂલ ઓફ સાયન્સના આચાર્ય ડૉ. દિગ્વિજયસિંહ રાણા, યુનિવર્સિટીના પરીક્ષા નિયામક અને કેમિસ્ટ્રી વિષયના એસોસિયેટ પ્રોફેસર ડૉ. અમિતકુમાર ધોળકિયા તેમજ સ્કૂલ ઓફ સાયન્સના અધ્યાપકગણ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડૉ. દિગ્વિજયસિંહ રાણાએ ઉપસ્થિત સૌનું સ્વાગત કરીને વિદ્યાર્થીઓને ડ્રાઇવિંગ લાયસન્સનું મહત્વ અને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે લાયસન્સ માટેની ઓનલાઇન અરજી, જરૂરી દસ્તાવેજો, લર્નિંગ લાયસન્સ માટેની કમ્પ્યુટર આધારિત પરીક્ષા અને કાયમી લાયસન્સ મેળવવાની પ્રક્રિયા વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અને ટ્રાફિક નિયમો પ્રત્યે જવાબદાર નાગરિક તરીકેની ભૂમિકા ભજવવા અંગે પણ જાગૃત કરવામાં આવ્યા હતા. આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર મોટર વ્હીકલ યોગેશ સોનગર અને તેમની RTOની ટેક્નિકલ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને લાયસન્સ માટેની ઓનલાઇન અરજી કરવામાં પ્રાયોગિક સહાય પૂરી પાડવામાં આવી હતી. કેમ્પ દરમિયાન 25થી વધુ વિદ્યાર્થીઓએ લર્નિંગ લાયસન્સ માટે અરજી કરી હતી અને કમ્પ્યુટર આધારિત ટેસ્ટમાં ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ NSSના પ્રોગ્રામ કોર્ડિનેટર ડૉ. ભગવતીબેન પારેખના માર્ગદર્શન હેઠળ, સ્કૂલ ઓફ સાયન્સના આચાર્ય ડૉ. દિગ્વિજયસિંહ રાણા અને NSSના પ્રોગ્રામ ઓફિસર પ્રા. ગોવિંદભાઈ નંદાણિયાના સંકલનથી સફળતાપૂર્વક યોજાયો હતો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan