top
પારડીમાં તમાકુ વિરોધી ટાસ્ક ફોર્સનું સરપ્રાઇઝ ચેકિંગ:જાહેરમાં ધુમ્રપાન કરનારા અને દુકાનદારો પાસેથી ₹7,000 દંડ વસૂલાયો , 35 કેસ; શૈક્ષણિક સંસ્થાઓ નજીક તમાકુ વેચાણ સામે તંત્રની લાલ આંખ
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં તમાકુ નિયંત્રણ માટે જિલ્લા આરોગ્ય વિભાગની ટાસ્ક ફોર્સે અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત પાનના ગલ્લા, પાર્લર અને તમાકુ-સિગારેટનું વેચાણ કરતી દુકાનોની તપાસ કરવામાં આવી હતી. પારડી શહેર, ઉદવાડા, ઓરવાડ અને રેંટલાવ વિસ્તારમાં કાયદાનો ભંગ કરનારા 35 લોકો સામે કાર્યવાહી કરીને કુલ ₹7,000 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. કલેક્ટરની અધ્યક્ષતામાં ગઠિત ટાસ્ક ફોર્સે કરી કાર્યવાહી રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ કલેક્ટરની અધ્યક્ષતામાં ગઠિત ટાસ્ક ફોર્સ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. જિલ્લામાં તમાકુ અને તેની બનાવટોના ગેરકાયદેસર વેચાણ તેમજ જાહેરમાં ધુમ્રપાન અટકાવવાના હેતુથી જિલ્લા આરોગ્ય અને પોલીસ વિભાગની સ્ટીયરિંગ કમિટીએ પારડી તાલુકામાં વ્યાપક ચેકિંગ હાથ ધર્યું હતું. 33 વેપારી અને 2 ધુમ્રપાન કરનારા સામે દંડાત્મક પગલાં તપાસ દરમિયાન તમાકુની બનાવટો વેચતા 33 દુકાનદારો નિયમ ભંગ કરતા રંગેહાથ ઝડપાયા હતા. આ સિવાય જાહેરમાં ધુમ્રપાન કરનારા બે લોકો સામે પણ આકરાં પગલાં લેવાયાં હતાં. આ તમામ 35 કેસોમાં કુલ ₹7,000 નો દંડ વસૂલવાની સાથે વેપારીઓને કાયદાકીય નિયમો વિશે વિસ્તૃત સમજ આપીને કડક ચેતવણી આપવામાં આવી હતી. તમાકુ વેચાણ અંગેના કાયદાકીય નિયમોથી કરાયા વાકેફ ટાસ્ક ફોર્સની ટીમે વેપારીઓને માહિતી આપતાં જણાવ્યું હતું કે જાહેર જગ્યાએ ધુમ્રપાન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. 18 વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુ વેચી શકાતી નથી તથા શૈક્ષણિક સંસ્થાની 100 યાર્ડની મર્યાદામાં તમાકુનું વેચાણ ગુનો બને છે. આ ઉપરાંત વૈધાનિક આરોગ્ય ચેતવણી વિના સિગારેટ કે તમાકુનું છૂટક વેચાણ ન કરવા પણ કડક સૂચના આપવામાં આવી હતી. આરોગ્ય અને પોલીસ વિભાગની ટીમે સંયુક્ત કામગીરી કરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે. સિંહ અને એપિડેમિક મેડિકલ ઓફિસર ડો. મનોજ પટેલના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરાઈ હતી. જેમાં જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલના પ્રતિનિધિઓ, પોલીસ વિભાગના જિજ્ઞેશ વાઢું, એસ.ઝેડ. બાગુલ, એ.એ. પટેલ અને અમિત પટેલ સહિતની ટીમે સાથે મળીને સમગ્ર ચેકિંગ પ્રોસેસ પાર પાડી હતી.
Read full article on Divya Bhaskar