Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

આજે સોનામાં ₹50,000નું રોકાણ કરો તો 2030માં કેટલું વળતર મળશે? જુઓ સંપૂર્ણ ગણતરી

📰 Abp News 🕐 1 min read 📅 September 7, 2026 👁 1 views
આજે સોનામાં ₹50,000નું રોકાણ કરો તો 2030માં કેટલું વળતર મળશે? જુઓ સંપૂર્ણ ગણતરી

Gold investment returns 2030: ભારતીય સંસ્કૃતિ અને આર્થિક વ્યવસ્થામાં સોનાની ખરીદી માત્ર લગ્ન, પાર્ટી કે તહેવારો પૂરતી સીમિત રહી નથી, પરંતુ તેને મૂડીરોકાણનો એક અત્યંત સુરક્ષિત અને નફાકારક વિકલ્પ માનવામાં આવે છે. સામાન્ય રીતે લોકો પોતાની બચતનો અમુક હિસ્સો ભવિષ્યની આર્થિક સુરક્ષા માટે જમીન ખરીદવામાં, બેંકની ફિક્સ ડિપોઝિટમાં અથવા અન્ય નાણાકીય યોજનાઓમાં રોકતા હોય છે. પરંતુ હાલના સમયમાં ફુગાવા સામે રક્ષણ મેળવવા અને કટોકટીના સમયે ઝડપથી રોકડ ઊભી કરવા માટે સોના-ચાંદીમાં રોકાણ કરવાનું ચલણ ખૂબ જ ઝડપથી વધ્યું છે. ખાસ કરીને જ્યારે શેરબજાર કે રિયલ એસ્ટેટમાં અનિશ્ચિતતા જોવા મળે છે, ત્યારે રોકાણકારો માટે સોનું આર્થિક રીતે એક સુરક્ષિત આશ્રયસ્થાન બની જાય છે.

વર્તમાન બજાર કિંમત અને મૂડીરોકાણ

આજના નવીનતમ બજાર આંકડાઓ પર નજર કરીએ તો, 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે 1,52,815 રૂપિયાની ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો છે. શુદ્ધ સોનાનો ભાવ 1.5 લાખ રૂપિયાની સપાટી વટાવી ચૂક્યો હોવાથી નાના રોકાણકારો પણ ચોક્કસ રકમની પદ્ધતિસરની ખરીદી તરફ વળ્યા છે. આ ઊંચા મથાળે જો કોઈ સામાન્ય રોકાણકાર આજે 50,000 રૂપિયાના મૂલ્યનું સોનું ખરીદે છે, તો લાંબા ગાળે એટલે કે વર્ષ 2030 સુધીમાં તેને કેવું વળતર મળી શકે તેનું અંદાજિત આર્થિક ગણિત નીચે મુજબ છે:

સંભવિત વાર્ષિક વળતરનો દર 2030માં રોકાણનું કુલ મૂલ્ય રોકાણકારને થતો અંદાજિત નફો 8% ના આધારે 68,024 રૂપિયા 18,024 રૂપિયા 10% ના આધારે 73,205 રૂપિયા 23,205 રૂપિયા 11% ના આધારે 75,904 રૂપિયા 25,904 રૂપિયા 12% ના આધારે 78,676 રૂપિયા 28,676 રૂપિયા

રોકાણકારો માટે ખાસ નોંધ

ઉપર દર્શાવેલ વળતરની ગણતરી અને આંકડાઓ સંપૂર્ણપણે અંદાજિત છે.

સોનાના ભાવો આંતરરાષ્ટ્રીય બજારની ગતિવિધિઓ, દેશના આર્થિક ફેરફારો અને માંગ-પુરવઠાના નિયમો પર આધારિત હોય છે.

વાસ્તવિક વળતર વર્ષ 2030 માં પ્રવર્તમાન બજાર ભાવો અને તે સમયની આર્થિક પરિસ્થિતિ પર સીધો આધાર રાખશે.

લાંબા ગાળાના રોકાણકારો માટે સોનું હંમેશા ફુગાવા સામે શ્રેષ્ઠ રક્ષણ પૂરું પાડે છે, તેથી ટૂંકા ગાળાના ઉતાર-ચઢાવથી ગભરાવાને બદલે લાંબા ગાળાનું આયોજન વધુ ફાયદાકારક સાબિત થાય છે.

ભૌતિક સોના (ઘરેણાં કે સિક્કા) ઉપરાંત ડિજિટલ ગોલ્ડ, ગોલ્ડ ઇટીએફ (ETF) અને સોવરેન ગોલ્ડ બોન્ડ જેવા આધુનિક વિકલ્પોનો પણ વિચાર કરવો જોઈએ, જેમાં મેકિંગ ચાર્જ કે ચોરી થવાનું જોખમ રહેતું નથી.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan