રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
Post Office Gram Suraksha Scheme: આજના સમયમાં મોંઘવારી એટલી વધી ગઈ છે કે ઘરખર્ચ કાઢ્યા પછી બચત કરવી લોકો માટે લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે. પણ, ભવિષ્યમાં કોઈની સામે હાથ ન ફેલાવવો પડે તે માટે બચત કરવી ખૂબ જ જરૂરી છે, પછી ભલે તમારો પગાર કે આવક ગમે તેટલી હોય. જો તમે પણ બચત કરવાનું વિચારી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસની એક ખાસ યોજના તમારી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકે છે. શું તમે માનો છો કે રોજના માત્ર ₹50 બચાવીને તમે ભવિષ્યમાં લગભગ ₹35 લાખનું જંગી ફંડ ઊભું કરી શકો છો? જી હા, આ બિલકુલ શક્ય છે.
આ યોજનાનું નામ છે 'ગ્રામ સુરક્ષા યોજના' (Gram Suraksha Yojana), જે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના લોકોના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવા માટે બનાવવામાં આવી છે. ચાલો સરળ ભાષામાં સમજીએ આ યોજનાની તમામ વિગતો.
શું છે આ 'ગ્રામ સુરક્ષા યોજના'?
પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી આ 'ગ્રામ સુરક્ષા યોજના' એ ખરેખર ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) હેઠળ આવતી એક સરકાર માન્ય સંપૂર્ણ જીવન વીમા પૉલિસી (Whole Life Insurance Policy) છે. આ કોઈ સામાન્ય બચત યોજના નથી, પણ તે તમને લાંબા ગાળાની બચતની સાથે સાથે જીવન વીમાનું સુરક્ષા કવચ પણ પૂરું પાડે છે. સૌથી મોટી વાત એ છે કે આમાં રોકાણ ઘણું ઓછું છે અને સામે વળતર ખૂબ સારું મળે છે.
વધુમાં વધુ લોકો આનો લાભ લઈ શકે તે હેતુથી, આમાં લઘુત્તમ વીમાની રકમ માત્ર ₹10,000 રાખવામાં આવી છે. જેથી ઓછી આવક ધરાવતા પરિવારો પણ આસાનીથી આમાં જોડાઈ શકે. જો તમારી ક્ષમતા હોય, તો તમે આ યોજના હેઠળ વધુમાં વધુ ₹10 લાખ સુધીનું જીવન વીમા કવર પણ લઈ શકો છો.
₹35 લાખનું ફંડ કેવી રીતે બનશે? સમજો ગણિત
આ યોજનામાં તમને કેટલું વળતર મળશે, તે સંપૂર્ણપણે સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા બોનસ દરો પર આધાર રાખે છે. હાલના નિયમો મુજબ, પોસ્ટ ઓફિસ દર વર્ષે તમારી વીમા રકમ (Sum Assured) માં દર ₹1,000 દીઠ ₹60 નું બોનસ ઉમેરે છે.
ચાલો આને એક ઉદાહરણથી સમજીએ:
ધારો કે, કોઈ 19 વર્ષનો યુવાન ₹10 લાખની વીમા રકમ સાથે આ પૉલિસી ખરીદે છે અને 60 વર્ષની ઉંમર સુધી પ્રીમિયમ ચૂકવવાનો વિકલ્પ પસંદ કરે છે. (તેણે કુલ 41 વર્ષ સુધી પ્રીમિયમ ભરવાનું રહેશે).
વાર્ષિક બોનસ: ₹10 લાખની વીમા રકમ પર તેને દર વર્ષે ₹60,000 નું બોનસ મળશે.
કુલ બોનસ: આ રીતે 41 વર્ષ સુધી સતત ₹60,000 નું બોનસ જમા થતાં, માત્ર બોનસની રકમ જ ₹24.60 લાખ થઈ જશે!
મેચ્યોરિટી પર મળતી રકમ: જ્યારે તે વ્યક્તિ 60 વર્ષની ઉંમરે પહોંચશે (મેચ્યોરિટી પર), ત્યારે તેને મૂળ વીમા રકમના ₹10 લાખ અને બોનસના ₹24.60 લાખ એમ કુલ મળીને ₹34.60 લાખ (એટલે કે આશરે ₹35 લાખ) ની જંગી રકમ મળશે.
આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસની બેસ્ટ સ્કીમ: માત્ર 5 વર્ષમાં મેળવો ₹5.55 લાખનું વ્યાજ, અને ₹15 લાખ પણ પાછા મળશે!
યોજનાનો લાભ લેવા માટે શું કરવું પડશે?
જો તમે આ યોજનામાં જોડાવા માંગો છો, તો તેની પ્રક્રિયા એકદમ સરળ છે.
પોસ્ટ ઓફિસની મુલાકાત: તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને 'ગ્રામીણ પોસ્ટલ જીવન વીમા' અથવા 'ગ્રામ સુરક્ષા યોજના' નું ફોર્મ ભરવાનું રહેશે.
જરૂરી ડોક્યુમેન્ટ્સ:
ઓળખનો પુરાવો: આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ (Voter ID) માંથી કોઈ એક.
સરનામાનો પુરાવો: લાઈટ બિલ અથવા રેશન કાર્ડ.
ઉંમરનો પુરાવો: આ યોજનામાં જોડાવા માટે વય મર્યાદા 19 થી 55 વર્ષની છે, તેથી ઉંમરના પુરાવા તરીકે ધોરણ 10 ની માર્કશીટ આપવી પડશે.
બે પાસપોર્ટ સાઇઝના ફોટા.
વીમાની રકમ પસંદ કરો: ફોર્મ ભરતી વખતે, તમે તમારી આર્થિક ક્ષમતા અને જરૂરિયાત મુજબ ₹10,000 થી લઈને ₹10 લાખ સુધીની કોઈપણ વીમા રકમ પસંદ કરી શકો છો.
આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસ FD માં ₹5 લાખ રોકવાથી 1, 3 અને 5 વર્ષે કેટલું રિટર્ન મળશે? જાણો કેલક્યુલેશન