Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

મોબાઈલ ફોન વેચવાના બહાને વેપારી સાથે છેતરપિંડી:ગોમતીપુરમાંથી ત્રણ કિલો ગાંજા સાથે યુવકની ધરપકડ, કંપનીનું ઈ-મેલ હેક કરી ₹2.07 લાખ પડાવ્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 21, 2026 👁 2 views
મોબાઈલ ફોન વેચવાના બહાને વેપારી સાથે છેતરપિંડી:ગોમતીપુરમાંથી ત્રણ કિલો ગાંજા સાથે યુવકની ધરપકડ, કંપનીનું ઈ-મેલ હેક કરી ₹2.07 લાખ પડાવ્યા
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન નંબર પ્લેટ વગરના ટુ વહીલર પર ગાંજાનો જથ્થો લઈને જઈ રહેલા એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. ચતુરસિંગ ચાર રસ્તા પાસેથી પકડાયેલા આ શખ્સ પાસેથી અંદાજે ₹1.54 લાખની કિંમતનો 3.093 કિલો ગાંજો મળી આવ્યો છે. પોલીસે માદક પદાર્થ અને વાહન સહિત કુલ ₹2.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગોમતીપુર પોલીસની ટીમે ચતુરસિંગ ચાર રસ્તાથી હરીભાઈ ગોદાણી સર્કલ તરફ જવાના રોડ પર નંબર પ્લેટ વગરનું બર્ગમેન સ્કૂટર લઈને પસાર થતા એક શંકાસ્પદ યુવકને પોલીસે કોર્ડન કરીને અટકાવ્યો હતો. પૂછપરછમાં તેણે પોતાનું નામ ફરદીન ઉર્ફે ડુગ્ગુ ઉમરહુસેન મોહમદઅલી સૈયદ (રહે. ગીરધર માસ્ટર કમ્પાઉન્ડ, આઇટીઆઈ રોડ, સરસપુર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તપાસ કરતાં પ્લાસ્ટિકની કોથળીઓમાં સેલોટેપ વીંટાળેલા 3 અલગ-અલગ પાર્સલ મળી આવ્યા હતા જેમાં કુલ 3.093 કિલો ગાંજો (કિંમત રૂ. 1,54,650) મળી આવ્યો હતો. પૂછપરછમાં ફરદીને કબૂલાત કરી હતી કે આ ગાંજાનો જથ્થો તે મદની મહોલ્લા ખાતે રહેતા ફકરુદ્દીન ઉર્ફે ટકલો ઉર્ફે મુલ્લા પાસેથી છૂટક વેચાણ અર્થે લાવ્યો હતો. પોલીસે ફરદીનની અટકાયત કરી ફરાર ફકરુદ્દીન સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે. મોબાઈલ ફોન વેચવાના બહાને વેપારી સાથે છેતરપિંડી રખિયાલ વિસ્તારમાં મોબાઇલની દુકાન ધરાવનારા વેપારી સાથે મોબાઈલ વેચવાના બહાને ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી છે. Olx વેબસાઈટ પર થી કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરી અને જે વ્યક્તિએ મોબાઈલ ખરીદ્યો હતો તે ગિફ્ટ માં આપી દીધો છે અને વેચાણ કરવાનો છે એમ કહીને વેપારી પાસેથી પૈસા પડાવ્યા બાદ છેતરપિંડી કરવામાં આવી હતી. રખિયાલ વિસ્તારમાં રહેતા અને મોબાઈલની દુકાન ધરાવનારા મોહમ્મદ આમીરના ત્યાંથી નવા નરોડા વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈએ મોબાઈલ ખરીદ્યો હતો જે મોબાઈલ નો ઉપયોગ કરતા તેમને ન ફાવ્યું અને વેચવા માટે olx વેબસાઈટ પર મૂક્યો હતો. ગાંધીનગરથી અમિત શર્મા નામથી ઓળખ આપી અને મોહમ્મદ આમિર ના ફોન કર્યો હતો અને કહ્યું હતું કે મને પ્રવીણભાઈ આ મોબાઇલ ગિફ્ટ આપી દીધો છે મારે આ ફોન વેચીને બીજો લેવો છે. તેણે કહ્યું હતું કે તમારા એક મિત્રને પ્રવીણભાઈના ત્યાં મોકલો પણ એમને કહેતા નહીં કે હું આ મોબાઇલ વેચું છું. ત્યારબાદ ત્યાં વેપારીના મિત્ર ગયા હતા અને બાદમાં અમિત શર્મા નામના વ્યક્તિએ ક્યુ આર કોડમાં પૈસા મંગાવી લીધા હતા અને ત્યારબાદ ફોન બંધ કરી દીધો હતો. છેતરપિંડી થઈ હોવાની જાણ થતા મોહમ્મદ આમીરે રખિયાલ પોલીસ સ્ટેશનમાં મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કંપનીનું ઈ-મેલ હેક કરી ₹2.07 લાખ પડાવ્યા સુરતની કાંતિલાલ ચુનીલાલ એન્ડ સન્સ એપ્લિકેશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનું ઇ-મેલ આઇડી હેક કરી અને ખોટી ઓળખ ધારણ કરી હીટર મેળવવા માટે કરવામાં આવેલા ઓર્ડરનું બાકી પેમેન્ટ ₹2.07 લાખ રૂપિયા સાઇબર ગઠીયાએ પોતાના એકાઉન્ટમાં નખાવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મણિનગર વિસ્તારમાં રહેતા અને કેમિકલ ઇક્વિપમેન્ટનું વેચાણ અને ઇન્સ્ટોલેશન કરનારા બેનું પ્રભાકર નામના વ્યક્તિએ પ્રેડ આયરના હીટર મેળવવા માટે કાંતિલાલ ચુનીલાલ એન્ડ સન્સ એપ્લિકેશન પ્રાઇવેટ લિમિટેડનો સંપર્ક કર્યો હતો, જેમાં એડવાન્સ 87,500 તેમના બેન્ક એકાઉન્ટમાં નાખ્યા હતા. ત્યારબાદ કંપનીના એક ઇમેલ આઇડી પરથી ઇમેલ આવ્યો હતો, જેમાં બાકીનું પેમેન્ટ અન્ય બેન્ક એકાઉન્ટમાં નાખવા માટે મોકલી આપ્યું હતું. જેથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જાણ થઈ હતી કે પેમેન્ટ થયું જ નથી જેથી કોઈએ ઇ-મેલ આઇડી હેક કરી બેન્ક એકાઉન્ટમાં પૈસા નખાવી દીધા છે. જેથી આ મામલે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan