Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

ટ્રક ડ્રાઇવરનો ફોન ઝૂંટવી ખાતામાંથી ₹1 લાખ પડાવ્યા:નંદાસણ ઓવરબ્રિજ નજીક ટ્રક ડ્રાઈવરને લૂંટનાર યુવક-યુવતી સામે ગુનો દાખલ, પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 10, 2026 👁 6 views
ટ્રક ડ્રાઇવરનો ફોન ઝૂંટવી ખાતામાંથી ₹1 લાખ પડાવ્યા:નંદાસણ ઓવરબ્રિજ નજીક ટ્રક ડ્રાઈવરને લૂંટનાર યુવક-યુવતી સામે ગુનો દાખલ, પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો
નંદાસણ પોલીસ મથક વિસ્તારમાં અકસ્માત અને નુકસાનીનો ડર બતાવી એક ટ્રક ડ્રાઇવરનો મોબાઈલ ફોન આંચકી લીધા બાદ તેના બેંક એકાઉન્ટમાંથી ₹1 લાખ ટ્રાન્સફર કરી લેવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર ડ્રાઇવરે આખરે ડીએસપી સમક્ષ રજૂઆત કર્યા બાદ નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીએ સ્થાનિક પોલીસ પર યોગ્ય કાયદેસરની કાર્યવાહી ન કરવા અને ધક્કા ખવડાવવાના ગંભીર આક્ષેપો પણ કર્યા છે. નંદાસણ ઓવરબ્રિજ નજીક એક કાર ચાલકે ટ્રક રોકાવી મૂળ મહિસાગરના અને ડ્રાઇવિંગ કરતા મુકેશભાઈ રાયસંગભાઈ લુહાર ગત 24 એપ્રિલના રોજ ટ્રક લઈને મહેસાણા-અમદાવાદ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે નંદાસણ ઓવરબ્રિજ નજીક એક કાર ચાલકે ટ્રક રોકાવી હતી. કારમાંથી ઉતરેલા યુવક અને મહિલાએ ટ્રકમાંથી માલ પડવાને કારણે પોતાની ગાડીનો કાચ તૂટી ગયાનું કહી શેઠ સાથે વાત કરવાના બહાને ડ્રાઇવરનો મોબાઈલ લીધો હતો અને કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા. બાદમાં ડ્રાઇવરે બેંક ખાતું તપાસતાં તેના એકાઉન્ટમાંથી ₹1 લાખ ગાંધીનગરના પરમાર તુષારસિંહ રાજનસિંહ અને મહિલા સાથે જોડાયેલા ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ફરિયાદીને વારંવાર ધક્કા ખવડાવ્યા હતા ફરિયાદીના આક્ષેપ મુજબ, આ ઘટના બાદ પોલીસે તેમને વારંવાર ધક્કા ખવડાવ્યા હતા અને આરોપીઓ સામે યોગ્ય તપાસ કરી નહોતી. ત્રણ મહિના અગાઉ બનવા પામેલી આ ઘટનામાં આરોપીઓ પોલીસ મથકે આવ્યા હોવા છતાં અને ગુનો કબૂલ્યો હોવા છતાં પોલીસે આરોપીઓ સામે કડક વલણ અપનાવ્યું નહોતું. આખરે ડીએસપી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવ્યા બાદ જ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ઠગાઈ અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર વિવાદ અંગે નંદાસણ પી.આઈ.ગોહિલ નો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો ફોન સતત વ્યસ્ત આવવાને કારણે આ બાબતે તેમનો કોઈ પ્રત્યુત્તર કે પક્ષ મળી શક્યો નહોતો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan