Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

બોટાદના કથિત ₹1 કરોડના તોડકાંડ મામલે ભાજપમાં તપાસ શરૂ:પ્રદેશ ભાજપે સંગઠન પ્રભારી દશરથજી ઠાકોરને તપાસ સોંપી, કાર્યકરો પાસેથી માહિતી મેળવી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 8, 2026 👁 2 views
બોટાદના કથિત ₹1 કરોડના તોડકાંડ મામલે ભાજપમાં તપાસ શરૂ:પ્રદેશ ભાજપે સંગઠન પ્રભારી દશરથજી ઠાકોરને તપાસ સોંપી, કાર્યકરો પાસેથી માહિતી મેળવી
બોટાદમાં કથિત રૂ. 1 કરોડના તોડકાંડના આક્ષેપોને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે. આ સમગ્ર વિવાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રદેશ મોરચા દ્વારા બોટાદના સંગઠન પ્રભારી દશરથજી ઠાકોરને આ તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. સર્કિટ હાઉસ ખાતે આગેવાનો સાથે ચર્ચા તપાસના ભાગરૂપે સંગઠન પ્રભારી દશરથજી ઠાકોરે બોટાદ સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક કાર્યકરો અને આગેવાનો સાથે અલગ-અલગ મુલાકાતો યોજી હતી. આ બેઠકો દરમિયાન તેમણે સમગ્ર મામલે ઝીણવટભરી માહિતી મેળવી હતી અને વિવાદના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. દશરથજી ઠાકોરે તેમને તપાસ સોંપવામાં આવી હોવાની પુષ્ટિ કરી છે, જોકે તેમણે કેમેરા સમક્ષ કંઈપણ બોલવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેમણે એટલું જરૂર જણાવ્યું હતું કે, તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે યોગ્ય ન્યાય કરવામાં આવશે. ગાંધીનગર 'કમલમ' ખાતે થઈ હતી રજૂઆત ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ ભાજપના કેટલાક અસંતુષ્ટ આગેવાનો દ્વારા ગાંધીનગર ખાતે આવેલા પ્રદેશ કાર્યાલય 'કમલમ' પર પહોંચીને આ કથિત તોડકાંડ મામલે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. આ ગંભીર ફરિયાદો બાદ પ્રદેશ મોરચાએ તાત્કાલિક ધોરણે આંતરિક તપાસના આદેશ આપ્યા હતા. હવે આ તપાસ સમિતિ સમક્ષ કયા નવા તથ્યો અને પુરાવાઓ બહાર આવે છે અને પ્રદેશ સંગઠન દોષિતો સામે શું પગલાં ભરે છે, તેના પર સમગ્ર જિલ્લાના રાજકારણની નજર છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan