Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો

📰 Abp News 🕐 1 min read 📅 August 23, 2026 👁 9 views
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો

Raksha Bandhan Inflation: રક્ષાબંધન અને તહેવારોની સિઝન નજીક આવી રહી છે, ત્યારે તમારા રસોડાનું બજેટ ખોરવાઈ રહ્યું હોય તેવું લાગી શકે છે. આનું સૌથી મોટું કારણ છે રોજબરોજની ખાવાપીવાની વસ્તુઓના ભાવમાં થયેલો વધારો. છેલ્લા કેટલાક દિવસોમાં ખાંડ, ડુંગળી, કઠોળ અને ખાવાના તેલના ભાવમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો છે, જે સીધી જ સામાન્ય માણસના ખિસ્સા પર અસર કરી રહ્યો છે.

આ વસ્તુઓના ભાવ વધવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. જોકે, સારી વાત એ છે કે સરકાર પણ ભાવને કાબૂમાં લેવા માટે એક્શનમાં આવી ગઈ છે. બજારમાં ખાંડનો સપ્લાય વધારવાથી લઈને ડુંગળીનો બફર સ્ટોક બહાર પાડવા સુધી, મોંઘવારીને નાથવા માટે સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે.

ખાંડ કેમ થઈ રહી છે આટલી મોંઘી?

છેલ્લા થોડા સમયથી ખાંડના ભાવ સતત વધી રહ્યા છે. આ પાછળનું મુખ્ય કારણ બજારમાં સંગ્રહખોરી (હોર્ડિંગ)નો ડર હોવાનું કહેવાય છે, જેને રોકવા માટે સરકાર દ્વારા સ્ટોક પર લિમિટ લગાવવામાં આવી છે.

ભાવમાં ઉછાળો: છેલ્લા એક જ અઠવાડિયામાં ખાંડના ભાવમાં કિલોએ લગભગ ₹7 નો વધારો ઝીંકાયો છે. એટલું જ નહીં, છેલ્લા એક મહિનાની અંદર તો ભાવ ₹17 જેટલા વધીને સીધા ₹70 પ્રતિ કિલો પર પહોંચી ગયા છે.

સરકારનો એક્શન પ્લાન: બજારમાં સપ્લાય વધારવા માટે સરકારે 31 ઓક્ટોબર સુધી 10 લાખ ટન ખાંડની ડ્યુટી-ફ્રી આયાત (ઇમ્પોર્ટ) કરવાની મંજૂરી આપી દીધી છે. સાથે જ લોકલ સપ્લાય વધારવા માટે ખાંડ મિલોને 15 ઓક્ટોબરથી જ પિલાણ ચાલુ કરી દેવા જણાવાયું છે.

ડુંગળીના ભાવે પણ કાઢ્યા આંસુ

છેલ્લા કેટલાક અઠવાડિયામાં ડુંગળીના ભાવે પણ જોરદાર તેજી પકડી છે. આનું મુખ્ય કારણ નવા ખરીફ પાકને બજારમાં આવવામાં થઈ રહેલું મોડું છે. આંકડા પર નજર કરીએ તો:

21 ઓગસ્ટના રોજ ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ ₹40.79 પ્રતિ કિલો આસપાસ હતો.

એક અઠવાડિયા પહેલા આ જ ભાવ ₹36.56 હતો.

જ્યારે એક મહિના પહેલા ડુંગળી માત્ર ₹34.87 પ્રતિ કિલોના ભાવે મળતી હતી.

કઠોળના ભાવમાં શા માટે છે તેજી?

ગુજરાતીઓના રસોડામાં સૌથી વધુ વપરાતા કઠોળના ભાવમાં પણ થોડો વધારો થયો છે. તુવેર (અરહર), મગ, અડદ અને ચણા જેવા કઠોળમાં છેલ્લા એક મહિનામાં લગભગ ₹1 થી ₹2 નો વધારો જોવા મળ્યો છે. આ પાછળ ચોમાસું અને કઠોળની વાવણીની સ્થિતિ જવાબદાર છે. જો આવનારા સમયમાં ચોમાસું નબળું પડશે, તો કઠોળના ભાવમાં હજુ પણ વધારો જોવા મળી શકે છે.

તહેવારો પહેલા જ મોંઘવારી કેમ?

સામાન્ય રીતે જ્યારે પણ તહેવારોની સિઝન આવે છે, ત્યારે બજારમાં ખાવાપીવાની વસ્તુઓની ડિમાન્ડ અચાનક વધી જાય છે. આ સમયે જો ખરાબ હવામાન કે અન્ય કોઈ કારણસર પાકના સપ્લાયમાં અછત સર્જાય, તો સીધી જ અસર ભાવ પર પડે છે. હાલમાં પણ આવા જ અલગ-અલગ કારણોસર ખાંડ, ડુંગળી, કઠોળ અને ખાદ્ય તેલના ભાવમાં ફુગાવાને લીધે વધારો જોવા મળી રહ્યો છે.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan