crime
રિક્ષામાં બેઠા બેઠા શખ્સે ભર્યા દારૂના ઘૂંટડા!
વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનની સામે જ એક રિક્ષામાં બેસીને એક શખ્સ દારૂ પી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે, જ્યારે અન્ય એક શખ્સ રિક્ષામાં સૂઈને મોબાઇલ ફોન ચલાવતો જોવા મળે છે. પોલીસ સ્ટેશનની સામે જ રિક્ષામાં ખુલ્લેઆમ દારૂની પાર્ટી ચાલતી હોવાનો વીડિયો વાયરલ થતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. એક તરફ રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવાના દાવા કરવામાં આવે છે, ત્યારે પોલીસ સ્ટેશનથી થોડે જ અંતરે આવી ગેરકાયદે પ્રવૃત્તિ સામે આવતાં લોકોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.
Read full article on News18 Gujarati