Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

રિક્ષાચાલકથી લઈને ઘરકામ કરનાર સુધી, આ સરકારી યોજનામાં મળે છે ₹3,000 પેન્શન

📰 Sandesh 🕐 1 min read 📅 September 5, 2026 👁 2 views
રિક્ષાચાલકથી લઈને ઘરકામ કરનાર સુધી, આ સરકારી યોજનામાં મળે છે ₹3,000 પેન્શન
PM Modi Scheme: સરકારની ઘણી એવી યોજનાઓ છે, જે ખાસ કરીને દેશના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આજે અમે તમને આવી જ એક યોજના વિશે જણાવી રહ્યા છીએ, જેમાં માત્ર ₹55ના માસિક રોકાણથી 60 વર્ષની ઉંમર બાદ દર મહિને ₹3,000ની ગેરંટીડ પેન્શન મળવાની જોગવાઈ છે. આ યોજનાનું નામ છે, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના (PM-SYM).મોદી સરકાર દ્વારા આ યોજના ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી. કોના માટે છે આ યોજના? અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો જેમ કે લારી-ગલ્લાવાળા, રિક્ષાચાલકો, મજૂરો, ઘરકામ કરતા લોકો, કૃષિ મજૂરો સહિતના લોકો આ યોજનામાં જોડાઈ શકે છે. જોકે, આ માટે તેમની ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તેમની માસિક કુલ આવક ₹15,000 કે તેનાથી ઓછી હોવી જોઈએ. આ ઉપરાંત અરજદાર ઇન્કમ ટેક્સપેયર ન હોવો જોઈએ અને પહેલેથી EPFO, ESIC અથવા NPS જેવી અન્ય સરકારી સામાજિક સુરક્ષા યોજનાનો સભ્ય પણ ન હોવો જોઈએ. સરકાર પણ આપે છે 50% યોગદાન આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં 50% યોગદાન સરકાર તરફથી આપવામાં આવે છે. એટલે કે આ એક ‘મેચિંગ કોન્ટ્રિબ્યુશન’ એટલે કે 1:1 યોગદાનવાળી યોજના છે. સરળ ભાષામાં સમજીએ તો તમારા બેંક ખાતામાંથી જેટલી રકમ કપાશે, એટલી જ રકમ ભારત સરકાર પણ તમારા પેન્શન ખાતામાં જમા કરશે. ઉદાહરણ તરીકે, જો તમે ₹55 આપો છો તો સરકાર પણ ₹55 આપશે. આ રીતે દર મહિને કુલ ₹110 જમા થશે. ઉંમર વધવાની સાથે તમારું યોગદાન પણ વધતું જાય છે અને સરકારનું યોગદાન પણ તે પ્રમાણે રહે છે. કેવી રીતે કરી શકાય અરજી? આ યોજનામાં જોડાવા માટે તમે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈ શકો છો અથવા સત્તાવાર Shram Yogi Maandhan Portal દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો. આ માટે મુખ્યત્વે આધાર કાર્ડ અને સેવિંગ બેંક એકાઉન્ટ અથવા જનધન ખાતું જરૂરી છે, જેમાંથી દર મહિને રકમ ઓટો-ડેબિટ થઈ શકે. જુલાઈ 2026 સુધી આ યોજના હેઠળ રજિસ્ટર્ડ લાભાર્થીઓની સંખ્યા 54 લાખને પાર થઈ ગઈ છે. દેશભરમાં આ યોજના માટે લગભગ 4 લાખ સેન્ટર્સનું નેટવર્ક પણ ઉપલબ્ધ છે. આ પણ વાંચો: ખેડૂતોને લઈને મોટા સમાચાર, આ કારણથી રોકાઇ શકે છે હપ્તો!
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan