Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

R.C. કોલેજે પોઈન્ટ-બેઝ્ડ હોલિસ્ટિક સિસ્ટમ શરૂ કરી:વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નવીન પહેલ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 22, 2026 👁 7 views
R.C. કોલેજે પોઈન્ટ-બેઝ્ડ હોલિસ્ટિક સિસ્ટમ શરૂ કરી:વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નવીન પહેલ
આર.સી. કોલેજ ઓફ કોમર્સ દ્વારા ૨૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ પોઈન્ટ-બેઝ્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટ સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. જગદીશ જોશી અને ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર તેમજ ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ નવીન પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. તે પરંપરાગત શૈક્ષણિક મૂલ્યાંકન પૂરતો મર્યાદિત ન રહેતા, વિદ્યાર્થીઓની વિવિધ અર્થપૂર્ણ પ્રવૃત્તિઓને પણ સતત મૂલ્યાંકનનો ભાગ બનાવશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦માં દર્શાવવામાં આવેલા ૩૬૦-ડિગ્રી હોલિસ્ટિક એસેસમેન્ટના અભિગમને આધારે આર.સી. કોલેજ ઓફ કોમર્સ દ્વારા આ પહેલ કરવામાં આવી છે. આ સિસ્ટમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી વિવિધ શૈક્ષણિક તેમજ સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓને નિર્ધારિત પોઈન્ટ્સ સાથે જોડવામાં આવશે.વિદ્યાર્થીઓ રમતગમત, કલા, સંગીત, નૃત્ય, વિવિધ કૌશલ્ય વિકાસ, સોફ્ટ સ્કિલ્સ ડેવલપમેન્ટ, એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ ડેવલપમેન્ટ, વિષય આધારિત વર્કશોપ, સેમિનાર અને અન્ય અર્થપૂર્ણ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે. દરેક પ્રવૃત્તિને યોગ્ય માપદંડોના આધારે પોઈન્ટ્સ આપવામાં આવશે, જેના આધારે વિદ્યાર્થીનું સતત સર્વાંગી મૂલ્યાંકન થશે.આ માટે દરેક વિદ્યાર્થી પાસે હોલિસ્ટિક ડેવલપમેન્ટ કાર્ડ રહેશે, જેમાં તેમની પ્રવૃત્તિઓની નોંધ કરવામાં આવશે. સંબંધિત પ્રવૃત્તિ પૂર્ણ થયા બાદ પ્રાધ્યાપક દ્વારા તેની ચકાસણી અને માન્યતા આપવામાં આવશે. નિયમોનું પાલન ન થવા અથવા પ્રવૃત્તિ યોગ્ય રીતે પૂર્ણ ન કરવા જેવી પરિસ્થિતિમાં નેગેટિવ પોઈન્ટ્સની પણ જોગવાઈ રાખવામાં આવી છે.આ પદ્ધતિનો મહત્વનો હેતુ વિદ્યાર્થીઓને તેમની રુચિ અને ક્ષમતા અનુસાર વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેવા પ્રોત્સાહિત કરવાનો છે. વિદ્યાર્થીઓ તેમની ક્ષમતાઓનો વિકાસ કરે અને તેમના સર્વાંગી વિકાસને મૂલ્યાંકનની પ્રક્રિયા સાથે જોડવામાં આવે તે દિશામાં આ એક મહત્વપૂર્ણ પહેલ છે. પોઈન્ટ-બેઝ્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટ સિસ્ટમ દ્વારા આર.સી. કોલેજ ઓફ કોમર્સએ શિક્ષણને માત્ર વર્ગખંડ અને પરીક્ષાના માળખા સુધી સીમિત ન રાખીને, વિદ્યાર્થીઓના જ્ઞાન, કૌશલ્ય, સર્જનાત્મકતા, વ્યક્તિત્વ, રમતગમત, કલા, સંવાદક્ષમતા અને રોજગારલક્ષી ક્ષમતાઓના સર્વાંગી વિકાસને પણ શિક્ષણ અને મૂલ્યાંકનનો અભિન્ન ભાગ બનાવવાનો નવતર પ્રયાસ કર્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan