business
RBI ઑમ્બડ્સમેન ઑફિસ દ્વારા પાટણમાં 'ટાઉનહોલ' કાર્યક્રમ યોજાયો:સુરક્ષિત બેંકિંગ અને ફરિયાદ નિવારણ અંગે જાગૃતિ લાવવાનો હેતુ
પાટણમાં રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) ઑમ્બડ્સમેન ઑફિસ, અમદાવાદ દ્વારા ટાઉનહોલ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોમાં સુરક્ષિત બેંકિંગ અને ફરિયાદ નિવારણ પ્રણાલી અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમમાં સુરક્ષિત બેંકિંગ સેવાઓ, બેંકની આંતરિક ફરિયાદ નિવારણ પ્રણાલી અને વૈકલ્પિક ફરિયાદ નિવારણ પ્રણાલી RB-IOS 2026 વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બે રેકોર્ડેડ નાટિકાઓ દ્વારા બેંકિંગ સંબંધિત વિવિધ પાસાંઓ સરળતાથી સમજાવવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતે એક ખુલ્લો મંચ યોજાયો હતો, જ્યાં ઉપસ્થિત નાગરિકો અને વિદ્યાર્થીઓએ બેંકિંગ તથા ફરિયાદ નિવારણ સંબંધિત પ્રશ્નો પૂછ્યા હતા. અધિકારીઓએ તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગુજરાત, દીવ દમણ અને દાદરા નગર હવેલી ક્ષેત્રના ઑમ્બડ્સમેનના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. ઑમ્બડ્સમેન ઑફિસના સ્ટાફ સભ્યોએ પણ આ જાગૃતિ અભિયાનમાં સક્રિય યોગદાન આપ્યું હતું. કાર્યક્રમમાં બેંક ઑફ બરોડા, સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા અને ગુજરાત ગ્રામીણ બેંકના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક શાખાના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે આયોજિત આ ટાઉનહોલ કાર્યક્રમ બેંકિંગ સેવાઓ, ફરિયાદ નિવારણ અને સુરક્ષિત બેંકિંગ વ્યવહારો અંગે જ્ઞાનવર્ધક અને વ્યવહારુ સમજ આપનારો સાબિત થયો હતો.
Read full article on Divya Bhaskar