Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

Rajkot News: મંજૂરી વગર સ્થળ ફેરફાર કરનાર ન્યૂ ફ્લોરા અને અંબિકા સ્કૂલને બંધ કરવા DEO ની નોટિસ

📰 Sandesh 🕐 1 min read 📅 August 10, 2026 👁 6 views
Rajkot News: મંજૂરી વગર સ્થળ ફેરફાર કરનાર ન્યૂ ફ્લોરા અને અંબિકા સ્કૂલને બંધ કરવા DEO ની નોટિસ
રાજકોટ શહેરમાં શિક્ષણ વિભાગના નિયમોનું અનાદર કરીને સ્વેચ્છાએ અને વગર મંજૂરીએ શાળાનું સ્થળ બદલી નાખનારી શાળાઓ સામે જિલ્લા શિક્ષણ અધિકારીએ લાલ આંખ કરી છે. યોગ્ય મંજૂરી મેળવ્યા વિના જ નવા સ્થળે શાળા શરૂ કરી દેવાના ગંભીર મામલે DEO દ્વારા પેડક રોડ પર આવેલી ન્યૂ ફ્લોરા સ્કૂલ અને ભક્તિનગર વિસ્તારમાં આવેલી અંબિકા સ્કૂલને તુરંત અસરથી બંધ કરી દેવા માટેની આકરી નોટિસ ફટકારવામાં આવી છે. તંત્રની આ સપાટાબંધ કાર્યવાહીથી રાજકોટના ખાનગી શાળા સંચાલકોમાં ભારે સળવળાટ મચી ગયો છે. ગત મહિને સ્થળ ફેરફારને લઈ સર્જાયો હતો મોટો વિવાદ ઉલ્લેખનીય છે કે, ગત મહિને જ બંને શાળાઓ સંચાલકો દ્વારા પૂર્વ મંજૂરી વિના જ અન્યત્ર ખસેડવામાં આવતાં વિવાદમાં આવી હતી. શાળાના આ મનસ્વી નિર્ણયથી વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. વાલીઓ દ્વારા શાળા સંચાલકોની આ મનમાની સામે ઉગ્ર વિરોધ નોંધાવી જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બંને શાળાઓએ સરકારી નિયમો અને પ્રક્રિયાનું પાલન કર્યા વગર જ સ્થળ બદલ્યું હોવાનું સ્પષ્ટપણે સામે આવ્યું હતું. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને રાખી તંત્રનું કડક વલણ વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન થાય તેવા સ્પષ્ટ હેતુથી DEO દ્વારા આ આકરાં પગલાં લેવામાં આવ્યા છે. DEO એ બંને શાળાઓને કારણદર્શક નોટિસ પાઠવી શાળા બંધ કરવા આદેશ આપ્યો છે, અને નિયમાનુસાર જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ ચીમકી આપી છે કે, મંજૂરી વિના શાળાના સ્થળ ફેરફાર કે અન્ય કોઈ પણ ગેરરીતિ આચરનાર સંચાલકો સામે કાયદાકીય ધોરણે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. આ પણ વાંચો - Explainer: રેગિંગનો રાક્ષસ - વ્યાખ્યા, કોર્ટ, કાયદો, સજા અને તમારા અધિકારો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan