Rajkot Hostel Controversy: રાજકોટમાં કાલાવડ રોડ પરની એમ.જી હોસ્ટેલ વિવાદમાં
રાજકોટમાં કાલાવડ રોડ પરની એમ.જી હોસ્ટેલ આવી વિવાદમાં.. એમ.જી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને અખાદ્ય ભોજન અપાતું હોવાના આરોપ સાથે વિદ્યાર્થીઓએ આક્રોશ ઠાલવ્યો.. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાંથી 250 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે.. વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેમને જે ભોજન અપાય છે તેમાં વારંવાર જીવાત નીકળે છે.સડેલા શાકભાજીમાંથી જમવાનું બનાવવામાં આવે છે. અખાદ્ય ભોજનને લઇને વિદ્યાર્થીઓએ સંચાલકોને ફરિયાદ કરી. વિદ્યાર્થીઓનો આરોપ છે કે વારંવારની ફરિયાદ છતાં પણ કોઈ સુધાર થતો નથી. એબીપી અસ્મિતાની ટીમ હોસ્ટેલમાં ગઈ ત્યારે રસોડામાં તેમજ ફ્રીજમાં ગંદકી જોવા મળી. શાકભાજી પણ વાસી અને સડેલુ હતું. વિદ્યાર્થીઓના ભોજન અને રહેવા માટે સરકાર કરોડોનો ખર્ચ કરે છે. તેની સામે વિદ્યાર્થીઓને કોઈ જ સુવિધા મળતી નથી. વારંવારની ફરિયાદો છતાં પણ કોઈ ઉકેલ ન આવતા વિદ્યાર્થીઓમાં રોષ છે.