Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

રાજ્ય પર સક્રિય થઈ ચાર વરસાદી સિસ્ટમ:સાહેબગીરી ન કરવા આરોગ્યમંત્રીની ચેતવણી, વધુ એક નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, માતાએ ફોન ન આપતા સગીરાનો આપઘાત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 13, 2026 👁 1 views
રાજ્ય પર સક્રિય થઈ ચાર વરસાદી સિસ્ટમ:સાહેબગીરી ન કરવા આરોગ્યમંત્રીની ચેતવણી, વધુ એક નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, માતાએ ફોન ન આપતા સગીરાનો આપઘાત
ભાદરવાની શરુઆતમાં જ મેઘરાજાની એન્ટ્રી હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી..સુરત સહિત 4 જિલ્લામાં આજે રેડ એલર્ટ:અમદાવાદ-વડોદરા સહિત 9 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ₹635 કરોડના ફ્રોડ નેટવર્કનો રેલો ગાંધીનગર પહોંચ્યો ગુજરાતના ₹635 કરોડના ફ્રોડ નેટવર્કનો રેલો ગાંધીનગર પહોંચ્યો, ‘SD Pay’ અને ‘Apna Pay’માં રોકાણની લાલચ આપી યુવક સાથે ₹2.50 લાખની ઠગાઈ થઈ.અત્યાર સુધી 6 આરોપીની ધરપકડ થઈ છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ધવલ પટેલ ફરાર છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 'સાહેબગિરી ન કરો, હું પોતે પણ નથી કરતો' સુરત સિવિલ હોસ્પિટલમાં વિવિધ સુવિધાઓનું ડે.સીએમ હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ..સંઘવીએ કહ્યું કે સાહેબગીરી ન કરો, હું પોતે પણ નથી કરતો.. સાથે જ તેમણે સિનિયર વિદ્યાર્થીઓને પોતાના જુનિયર્સનું રેગિંગ ન કરવાની ચેતવણી આપી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વધુ એક નકલી રોયલ સ્ટેગ બનાવતી ફેક્ટરી ઝડપાઈ ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ ફરી નકલી રોયલ સ્ટેગ બનાવતી ફેક્ટરી ઝડપાઈ..રાજસ્થાનના એક શખસે મટીરીયલ પાર્સલ કર્યું તો બીજાએ ભાવનગર આવી નકલી દારૂ બનાવ્યો..પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાબરમતીમાંથી તરતા હાડપિંજર બાદ યુવકની લાશ મળી અમદાવાદની સાબરમતીમાંથી તરતા હાડપિંજર બાદ યુવકની લાશ મળી આવી. હાથમાં ફોન નંબર સાથે લખ્યું હતું કે મેરે પાપા કો મેરી બોડી પહોંચા દેના..બંને રહસ્યમય ઘટનાઓને લઈને તપાસ શરુ કરાઈ હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખાડીપૂરના બે મહિના બાદ પણ પરિવહન સેવા ખોરંભે સુરતમાં ખાડીપૂરના બે મહિના બાદ પણ પરિવહન સેવા પાટે ન ચડી.મનપાની ધીમી ગતિથી 50%થી વધુ બસો બંધ..6 મુખ્ય સહિત 12થી વધુ પ્રભાવિત રૂટ પર વિદ્યાર્થીઓ ટિંગાઈને જવા મજબૂર બન્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માતાએ ફોન ન આપતા દીકરીએ આત્મહત્યા કરી સુરતમાં છઠ્ઠા ધોરણની વિદ્યાર્થિનીના આપઘાતમાં ખુલાસો. માતાએ ફોન આપવાનો ઈનકાર કરી ફોન પોતાની સાથે લઈ જતા વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી...કપડાં સૂકવવાની દોરીથી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાત્રે પોણા ત્રણ વાગ્યે દંપતીને ડિજિટલ એરેસ્ટ રાજકોટમાં વૃદ્ધ દંપતીને રાત્રે પોણા ત્રણ વાગ્યે ડિજિટલ અરેસ્ટ કરાયું..TRAI-EDના અધિકારીઓની ખોટી ઓળખ આપી 25 લાખ માગ્યા. વૃદ્ધે મદદ માગતા પોલીસે બચાવ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર સુરતની પી.પી. સવાણી ગર્લ્સ હોસ્ટેલની 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનીંગની અસર. રાત્રે ભોજન લીધા બાદ તબિયત લથડતા અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બસ ઓવરટેક કરવા મામલે બોલાચાલી અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા પાસે એએમટીએસ અને બીઆરટીએ બસના ડ્રાઈવર્સ વચ્ચે માથાકૂટ થઈ.AMTS બસ ડ્રાઈવરે ઓવરટેક કરતા મામલો ગરમાયો હતો.. જે બાદ ડ્રાઈવરે બીજી બસો રોકી મુસાફરોને નીચે ઉતારી દીધા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan