politics
રાજપીપળામાં ભવ્ય તિરંગા યાત્રા: વૃક્ષારોપણ કરાયું:ધાબાગ્રાઉન્ડથી સર વિનાયક ગાર્ડન યાત્રા યોજાઈ; કલેક્ટર અને ધારાસભ્યની હાજરીમાં વંદે માતરમ્ ગાન
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવ અને દેશભક્તિની ભાવના પ્રસારિત કરવાના હેતુથી જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોની હાજરીમાં યાત્રાનું પ્રસ્થાન ધાબાગ્રાઉન્ડ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતેથી જિલ્લા કલેક્ટર ગંગા સિંઘ અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સામૂહિક ‘વંદે માતરમ્’ ગાન સાથે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. મુખ્ય માર્ગો પરથી પસાર થઈ યાત્રાનું સમાપન દેશભક્તિના જયઘોષ સાથે રાજપીપળાના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ યાત્રા દરમિયાન નંદરાજા અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. ત્યારબાદ યાત્રા સર વિનાયક ગાર્ડન ખાતે પહોંચીને સંપન્ન થઈ હતી. ‘એક પેડ માં કે નામ’ હેઠળ વૃક્ષારોપણ તિરંગા યાત્રાના સમાપન બાદ ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત સર વિનાયક ગાર્ડન પરિસરમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં નગરજનો અને વિદ્યાર્થીઓ જોડાયા આ ભવ્ય યાત્રામાં સ્થાનિક અગ્રણીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, નગરપાલિકાના હોદ્દેદારો, શાળાઓના વિદ્યાર્થીઓ, સ્કાઉટ-ગાઈડ, DLSSના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.
Read full article on Divya Bhaskar