crime
રાજપીપળા સિવિલ હોસ્પિટલ પાસે લારી-ગલ્લા માલિકોએ જાતે દબાણ હટાવ્યું:તંત્રની નોટિસ બાદ 50થી વધુ પરિવારોની રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો
રાજપીપળા નવી સિવિલ હોસ્પિટલ પાસે 50થી વધુ પરિવારો લારી-ગલ્લા અને કેબિન દ્વારા રોજગારી મેળવતા હતા. તેમને તંત્ર તરફથી નોટિસ મળ્યા બાદ વેપારીઓએ જાતે જ દબાણ દૂર કરવાનું શરૂ કર્યું. લોકોએ બુલડોઝર ફેરવાય તે પહેલાં જાતે જ પોતાના લારી-ગલ્લા હટાવી લેવાનું યોગ્ય સમજ્યું. રાજપીપળા માર્ગ અને મકાન વિભાગની સ્ટેટ કચેરીએ રસ્તા પરના દબાણો દૂર કરવા વેપારીઓને નોટિસ આપી હતી. નોટિસનો સમય પૂરો થતાં વેપારીઓએ તંત્રની કાર્યવાહી થાય તે પહેલાં જ દબાણ હટાવવાનો નિર્ણય કર્યો. જોકે, વેપારીઓમાં આ બાબતે નારાજગી જોવા મળી હતી. વેપારીઓએ જણાવ્યું કે, તેઓ રોજ કમાઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. દબાણ દૂર થવાથી નાના વેપારીઓની રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો છે. વેપારીઓ માટે વૈકલ્પિક અને કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ થઈ રહી છે. શહેરમાં દબાણ હટાવવાની કામગીરી વચ્ચે નાના વેપારીઓના રોજગાર અને તેમના પુનર્વસનનો મુદ્દો મહત્વનો બન્યો છે.
Read full article on Divya Bhaskar