Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

QR કોડ સ્કેન કરાવી ₹10 હજાર પડાવ્યા:લંડનથી ટ્રાન્સફર કરાવ્યા પૈસા! તળાજા હાઇવે પરથી રત્નકલાકારનું અપહરણ કરી રૂ.10 હજારની લૂંટ, 4 સામે ગુનો નોંધાયો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 12, 2026 👁 1 views
QR કોડ સ્કેન કરાવી ₹10 હજાર પડાવ્યા:લંડનથી ટ્રાન્સફર કરાવ્યા પૈસા! તળાજા હાઇવે પરથી રત્નકલાકારનું અપહરણ કરી રૂ.10 હજારની લૂંટ, 4 સામે ગુનો નોંધાયો
ભાવનગર નજીક બુધેલ ચોકડી પાસેથી રત્નકલાકાર યુવકનું કારમાં અપહરણ કરી, છરી બતાવી ઢીંકાપાટુનો માર મારી રૂ.10,000 ની બળજબરીથી ઓનલાઇન લૂંટ ચલાવી હતી, આ બનાવ અંગે યુવકે વરતેજ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો, આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર બુધેલ ગામના રહેવાસી હીરેન પોપટભાઈ પરમાર ઉં.વ.28 ગત તા. 9 સપ્ટેમ્બરે રાત્રે 10 વાગ્યે બુધેલ ચોકડી પાસેથી ચાલીને જતા હતા. તે સમયે સફેદ કલરની બલેનો કાર GJ.04.EE.6966 માં આવેલા ચાર શખસોએ રસ્તો પૂછવાના બહાને યુવકને કારમાં ધકેલી દીધો હતો. કારને તળાજા હાઇવે અને કોબડી ટોલનાકા તરફ ચલાવી આરોપીઓએ યુવકને ઢીંકાપાટુનો માર માર્યો હતો અને છરો બતાવી મારી નાખવાની ધમકી આપી નાણાંની માંગણી કરી હતી., યુવકે લંડન રહેતા તેના મિત્ર ઋત્વિકને ફોન કરી ઓનલાઇન પૈસા મંગાવ્યા હતા. લૂંટારુઓએ મોકલેલા Google Pay QR કોડ જે જિગ્નેશ કંટેરિયાના નામે હતો પર મિત્ર પાસે રૂ.10,000 ટ્રાન્સફર કરાવ્યા હતા. પૈસા મળી ગયા બાદ આરોપીઓ યુવકને બુધેલ ચોકડીએ ઉતારી ભાગી છૂટ્યા હતા. યુવકએ આરોપીઓ એકબીજાને માનવ, જયદીપ, નિખિલ અને તુષાર કહીને બોલાવતા હતા., વરતેજ પોલીસે યુવકની ફરિયાદ પરથી આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે..
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan