Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

પૂર્વ સેના પ્રમુખ નરવણેએ કહ્યું - ઓપરેશન સિંદૂર ખૂબ જ જરુરી હતું, આતંકીઓના મદદગાર બચી શકશે નહીં

📰 The Indian Express 🕐 1 min read 📅 August 29, 2026 👁 2 views
પૂર્વ સેના પ્રમુખ નરવણેએ કહ્યું - ઓપરેશન સિંદૂર ખૂબ જ જરુરી હતું, આતંકીઓના મદદગાર બચી શકશે નહીં
Operation Sindoor : એપ્રિલ 2025માં પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન પર કાર્યવાહી કરતી વખતે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું. ભારતની એ કાર્યવાહીમાં પાકિસ્તાનને ઘણું નુકસાન થયું હતું, જેના ઘા હજુ પણ પાકિસ્તાનમાં તાજા છે. પૂર્વ સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ કહ્યું છે કે આ ઓપરેશન બાદ પાકિસ્તાન પ્રત્યે ભારતના વલણમાં મોટો ફેરફાર આવ્યો છે. પૂર્વ સેના પ્રમુખે કહ્યું છે કે આ પ્રકારના ઓપરેશનમાં માત્ર સરહદ નજીકના આતંકવાદી કેમ્પને જ નિશાન બનાવવામાં આવ્યા નથી પરંતુ પાડોશી દેશની અંદર ઘૂસીને પણ પાકિસ્તાની સેના અને ત્યા રહેલા આતંકવાદીઓના કેમ્પને નષ્ટ કરવામાં આવ્યા હતા અને આતંકવાદીઓના સમર્થકોનો પણ ખતમ કરી દીધો હતો. ઓપરેશન સિંદૂર ખૂબ જ મહત્વપૂર્ણ હતું વડોદરામાં 'સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ'ને પ્રોત્સાહન આપવા માટે એક ખાનગી કાર્યક્રમમાં બોલતા પૂર્વ સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ કહ્યું કે પહેલગામ આતંકી હુમલા બાદ લેવામાં આવેલા પગલાઓએ સાબિત કર્યું છે કે જે લોકો આતંકવાદીઓને સમર્થન આપે છે, પછી ભલે તેઓ ગમે ત્યાં છુપાયેલા હોય, તેઓ ભારતીય કાર્યવાહીથી બચી શકતા નથી. પૂર્વ સેના પ્રમુખે કહ્યું કે પહેલગામ હુમલા બાદ 'ઓપરેશન સિંદૂર' આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા માટે ખૂબ જ જરૂરી પગલું હતું. મુરિદકે અને બહાવલપુરમાં હુમલા કરવામાં આવ્યા પૂર્વ સેના પ્રમુખે કહ્યું કે પહેલા ભારતની સૈન્ય કાર્યવાહીનો મુખ્ય ભાર સરહદ નજીક આતંકવાદીઓના સ્થળ પર જ રહેતો હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાન પ્રત્યેનો ભારતનો અભિગમ બદલાઈ ગયો છે. ભારતે પોતાનો અભિગમ બદલ્યો છે. જનરલ નરવણેએ કહ્યું કે ઓપરેશન સિંદૂરમાં માત્ર એલઓસી પર જ નહીં પરંતુ પાકિસ્તાનના અંદરના વિસ્તારો જેવા કે મુરિદકે અને બહાવલપુરમાં પણ હુમલા કરવામાં આવ્યા હતા. આપણી સેના સતર્ક છે: પૂર્વ સેના પ્રમુખ પૂર્વ સેના પ્રમુખે કહ્યું કે જેમ કે આપણા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે અમે તેમના ક્ષેત્રમાં ઘૂસી જઈશું અને તેમને ખતમ કરી દઈશું અને તેમને કોઈ સુરક્ષા મળશે નહીં. તેથી આપણી કામ કરવાની રીતમાં તે એક મોટો ફેરફાર હતો. નરવણેએ કહ્યું કે ભારતીય સશસ્ત્ર દળો સતર્ક છે અને જો જરૂર પડશે તો યોગ્ય કાર્યવાહી કરશે. નેપાળમાં આવેલા પૂરથી ભારતની નદીઓમાં આવી રહી છે લાશો, ગંડક નદીમાંથી 10 મૃતદેહો મળી આવ્યા ચીન સાથેના સંબંધો આટલા ખરાબ કેમ છે? ચીન સાથેના ભારતના સંબંધો અંગે પૂર્વ સેના પ્રમુખે કહ્યું કે એનએસએ અજિત ડોભાલ અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે તાજેતરની વાતચીતને બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સીમા વિવાદના સંદર્ભમાં જોવી જોઈએ. તેમણે કહ્યું કે ધ્યાન રાખવા વાળી મુખ્ય વાત એ છે કે ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ છે. તેમણે કહ્યું કે સરહદ ક્યાં છે, તે નકશા પર કે જમીન પર સ્પષ્ટ રીતે નક્કી કરવામાં આવી નથી. સરહદ નક્કી ના હોવાને કારણે ક્યારેક-ક્યારેક ભારત અને ચીન વચ્ચે વિવાદ ઉભા થાય છે.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan