crime
પતિને ઢોર માર મારી અધમુવો કર્યો, પેશાબ પીવડાવ્યો:માધવપુરમાં પત્નીએ પૂર્વ પતિ સાથે મળી કાવતરું રચ્યું, પતિ બેભાન થયો ત્યાં સુધી માર્યો અને ઝાડીમાં ફેંકી દીધો
પોરબંદર જિલ્લાના માધવપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો અને માનવતા લજવાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. માધવપુર ગામના મચ્છીયારાવાડ વિસ્તારમાં રહેતા એક યુવક પર તેની જ પત્ની અને પત્નીના પૂર્વ પતિએ મળીને અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પીડિતને બંધક બનાવી, વાયર અને પટ્ટા વડે ઢોર માર મારી, બળજબરીથી પેશાબ પીવડાવવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. નાશીર- મરીયમના 6 મહિના પહેલા જ લગ્ન થયા ફરિયાદી 35 વર્ષીય નાશીર કાદરભાઈ પટેલીયા મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામનો વતની છે અને હાલ માધવપુરમાં રહી માછીમારીનો ધંધો કરે છે, તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ ચાર મહિના પહેલાં તેના લગ્ન મરીયમ નામની મહિલા સાથે થયા હતા. મરીયમના અગાઉ માધવપુરના મુક્કદર સુમાર ઢીમર (ખારીયા) સાથે લગ્ન થયેલા હતા અને તેમને ત્રણ દીકરીઓ છે. આશરે છ મહિના પહેલાં મરીયમ અને મુક્કદરના છૂટાછેડા થયા બાદ મરીયમે નાશીર સાથે લગ્ન કર્યા હતા અને નાશીર તેમની સાથે જ ઘરજમાઈ તરીકે રહેતો હતો. મરીયમે કાવતરું રચી ઘરે બોલાવ્યો અને આચર્યો અત્યાચાર ફરિયાદી નાશીર મજૂરીકામ અર્થે કોડીનાર ગયો હતો. તે દરમિયાન પત્ની મરીયમે તેને ફોન કરીને "દીકરીઓ તને યાદ કરે છે, તું ઘરે આવી જા" તેમ કહી પરત બોલાવ્યો હતો. રાત્રિના આશરે 11 વાગ્યાના સુમારે નાશીર ઘરે પહોંચ્યો ત્યારે થાકેલો હોવાથી ઘરની બહાર રસોડાના ભાગે સૂઈ ગયો હતો. ગાઢ નિંદ્રામાં સરકી ગયા બાદ અચાનક તેને કોઈ પટ્ટા અને વાયરથી મારવા લાગ્યું હતું. આરોપીઓએ તેની આંખે પટ્ટી બાંધી, હાથ-પગ બાંધી દઈ ગેરકાયદેસર રીતે ગોંધી રાખ્યો હતો અને તીક્ષ્ણ રીતે માર માર્યો હતો. બળજબરીથી પેશાબ પીવડાવી વીડિયો શૂટિંગ કર્યું જ્યારે ફરિયાદીની આંખ પરથી પટ્ટી છોડવામાં આવી ત્યારે સામે તેની પત્ની મરીયમ અને તેનો પૂર્વ પતિ મુક્કદર ઉભા હતા. મુક્કદર પોતાના મોબાઈલમાં આ સમગ્ર કાયરતાપૂર્ણ ઘટનાનો વીડિયો શૂટ કરી રહ્યો હતો. અત્યાચારની હદ વટાવતા મરીયમે પોતાની દીકરીઓ પાસે ડબલામાં પેશાબ મંગાવ્યો હતો. ત્યારબાદ મરીયમે ફરિયાદીના વાળ પકડી મોઢું ઊંચું કર્યું અને બળજબરીથી અડધા લીટર જેટલો પેશાબ પીવડાવી દીધો હતો. બંને આરોપીઓએ તેને ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આ અમાનુષી અત્યાચારના કારણે ફરિયાદી બેભાન થઈ ગયો હતો. બેભાન થયો ત્યાં સુધી મારી ઝાડીમાં ફેંકી દીધો, ભાઈએ શોધીને હોસ્પિટલ પહોંચાડ્યો બેભાન અવસ્થામાં ફરિયાદીને મરીયમના ઘરની બાજુમાં આવેલા ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં ફેંકી દેવામાં આવ્યો હતો અને તેના મોઢામાં રૂમાલ બાંધી દીધો હતો જેથી તે બૂમો પણ ન પાડી શકે. થોડા દિવસો બાદ ફરિયાદીનો ભાઈ મજીદ તેને શોધતો શોધતો ત્યાં આવી પહોંચ્યો હતો અને તેને ગંભીર હાલતમાં શોધી કાઢ્યો હતો. પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેને માધવપુર સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવસિંહજી હોસ્પિટલ, પોરબંદર ખાતે દાખલ કર્યો હતો. પત્નીના પૂર્વ પતિ મુક્કદરની ધરપકડ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ અને તબીયતમાં થોડો સુધારો આવ્યા બાદ પીડિત નાશીરે માધવપુર પોલીસ સ્ટેશન પહોંચી પત્ની મરીયમ અયુબભાઈ લુચાણી અને તેના પૂર્વ પતિ મુક્કદર સુમારભાઈ ઢીમર વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે. સાથે જ ઘટના સમયે ઉતારેલા વીડિયોની પેનડ્રાઈવ પણ પુરાવા તરીકે પોલીસને સુપ્રત કરી છે. માધવપુર પોલીસે આ મામલે BNSSની વિવિધ કલમો(115(2), 352, 351(3), 127(2), અને 173)હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar