Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

PPF Vs SSY: તમારી દિકરીના ભવિષ્ય માટે ક્યાં રોકાણ કરવું વધારે સારુ, જાણો અહીં

📰 Abp News 🕐 1 min read 📅 August 31, 2026 👁 2 views
PPF Vs SSY: તમારી દિકરીના ભવિષ્ય માટે ક્યાં રોકાણ કરવું વધારે સારુ, જાણો અહીં

દરેક માતા-પિતા પોતાની દીકરીના ભવિષ્યની ચિંતા કરે છે. તેઓ બાળપણથી જ દીકરીના શિક્ષણ અને લગ્ન માટે પૈસા બચાવવાનું શરૂ કરી દે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) સુરક્ષિત રોકાણ માટે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. ઘણા લોકો વિચારે છે કે આ બે યોજનાઓમાંથી કઈ તેમની દીકરીના ભવિષ્ય માટે શ્રેષ્ઠ છે અને કઈ યોજનામાં રોકાણ કરવું વધુ સમજદારીભર્યું રહેશે? આજે અમે તમને આ વિશે વિગતવાર જણાવીશું.

PPF અને SSY બંને સરકારી યોજનાઓ છે અને બંનેમાં રોકાણ સુરક્ષિત છે. જો કે વ્યાજ દર, લોક-ઇન સમયગાળો અને ઉપાડના નિયમો અલગ અલગ છે. PPF 7.1 ટકા વળતર આપે છે, જ્યારે SSY 8.2 ટકા વ્યાજ દર આપે છે.

SSY ઊંચા વ્યાજ દર આપે છે પરંતુ મુદત લાંબી

માતાપિતા ફક્ત 10 વર્ષની ઉંમર સુધીની તેમની દીકરીઓ માટે SSY માં રોકાણ કરી શકે છે. આ યોજના ખાતું ખોલવાની તારીખથી 21 વર્ષ પછી પરિપક્વ થાય છે. જોકે, ડિપોઝિટની જરૂરિયાત ફક્ત પહેલા 15 વર્ષ માટે છે. એટલે કે આ યોજનામાં ભંડોળ 21 વર્ષ સુધી લોક-ઇન રહે છે. જોકે, પુત્રી 18 વર્ષની થયા પછી ખાતામાં જમા કરાયેલ રકમના 50% સુધી ઉપાડી શકાય છે. જોકે SSY માં વ્યાજ દર વધારે છે પરંતુ ભંડોળ લાંબા સમય સુધી લોક-ઇન રહે છે. દિકરીઓ 21 વર્ષની ઉંમર પછી જ ભંડોળનો ઉપયોગ કરી શકે છે.

PPF માં 15 વર્ષનો લોક-ઇન સમયગાળો હોય છે

PPF માં રોકાણકારોએ 15 વર્ષ માટે રોકાણ કરવું પડે છે, ત્યારબાદ તેઓ ભંડોળ ઉપાડી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે. રોકાણકારો જો ઇચ્છે તો PPF યોજનાને પણ લંબાવી શકે છે. જોકે વ્યાજ દર SSY કરતા ઓછા છે.

જો તમે ફક્ત તમારી દિકરી માટે સારું ભંડોળ બનાવવા માંગતા હોય તો તમે SSY માં રોકાણ કરી શકો છો પરંતુ જો તમને લાગે કે તમને પછીથી ભંડોળની જરૂર પડી શકે છે તો તમે PPF માં રોકાણ કરી શકો છો. કારણ કે તે વધુ સુગમતા આપે છે. આમાં દિકરીના શિક્ષણની સાથે પરિવારના અન્ય લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યો માટે પણ બચત કરી શકાય છે.

આ પણ વાંચો- કાલથી દેશમાં આ મોટા બદલાવ થશે, આ 4 કામ આજે જ પૂર્ણ કરો બાદમાં નહીં મળે તક!

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF): જો તમારો ધ્યેય લાંબા ગાળે જોખમ વગર એક મોટું અને સંપૂર્ણપણે કરમુક્ત (ટેક્સ-ફ્રી) ભંડોળ બનાવવાનો છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY): જો તમે તમારી દીકરીના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે તેનું ભવિષ્ય આર્થિક રીતે સુરક્ષિત કરવા માંગો છો.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan