Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ: એકવાર રોકાણ કરો અને વ્યાજમાંથી કમાઓ ₹6,00,000!

📰 Abp News 🕐 1 min read 📅 August 30, 2026 👁 3 views
પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ: એકવાર રોકાણ કરો અને વ્યાજમાંથી કમાઓ ₹6,00,000!

Post Office Time Deposit: આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાની બચતને સુરક્ષિત રાખવાની સાથે તેના પર સારું વળતર મેળવવા ઈચ્છે છે. જો તમે પણ શેરબજારના જોખમોથી દૂર રહીને શૂન્ય-જોખમ (Zero Risk) ધરાવતો રોકાણનો વિકલ્પ શોધી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. પોસ્ટ ઓફિસની યોજનાઓમાં રોકાણ નાનું હોય કે મોટું, ભારત સરકાર તેના પર સંપૂર્ણ સુરક્ષાની ગેરંટી આપે છે. આ જ કારણ છે કે સામાન્ય નાની બચત કરનારથી લઈને મોટા રોકાણકારો આજે પણ પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવાનું વિશેષ પસંદ કરે છે.

આવી જ એક અત્યંત લોકપ્રિય અને નફાકારક યોજના એટલે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમ (Post Office Time Deposit Scheme). બેંકની ફિક્સ ડિપોઝિટ (FD) જેવી જ આ યોજનામાં તમારે માત્ર એક જ વાર રોકાણ કરવાનું હોય છે. આ યોજના એટલી શક્તિશાળી છે કે યોગ્ય આયોજન સાથે રોકાણ કરવાથી, પાકતી મુદતે તમે માત્ર વ્યાજની રકમમાંથી જ 6 લાખ રૂપિયાથી વધુની જંગી કમાણી કરી શકો છો.

વિવિધ મુદત પર મળતા આકર્ષક વ્યાજ દરો

સરકાર દ્વારા આ યોજના હેઠળ અલગ-અલગ સમયગાળા માટે આકર્ષક વ્યાજ દરો નક્કી કરવામાં આવ્યા છે. તમે જેટલા લાંબા સમય માટે રોકાણ કરશો, તમારી ગેરંટીકૃત આવક એટલી જ વધારે હશે:

1 વર્ષની મુદત માટે: વાર્ષિક 6.9% વ્યાજ

2 વર્ષની મુદત માટે: વાર્ષિક 7.0% વ્યાજ

3 વર્ષની મુદત માટે: વાર્ષિક 7.1% વ્યાજ

5 વર્ષની મુદત માટે: વાર્ષિક 7.5% વ્યાજ (સૌથી વધુ વળતર)

માત્ર વ્યાજમાંથી 6 લાખ રૂપિયા કમાવવાનું ગણિત

જો તમે આ યોજના થકી મબલખ વ્યાજ મેળવવા માંગતા હો, તો તમારે મહત્તમ વળતર આપતો 5 વર્ષનો વિકલ્પ પસંદ કરવો જોઈએ. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ કેલ્ક્યુલેટર મુજબ, જો તમે 5 વર્ષ માટે આ યોજનામાં એકસાથે 13.50 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને 7.5% ના વાર્ષિક વ્યાજ દરે મોટો ફાયદો થશે. 5 વર્ષની પાકતી મુદતે તમને કુલ 19,57,430 રૂપિયા પરત મળશે. આ રકમમાં તમારી મુદ્દલ ઉપરાંત માત્ર વ્યાજની જ આવક 6,07,430 રૂપિયા જેટલી જંગી હશે.

આ પણ વાંચોઃ 8મા પગાર પંચની જયપુરમાં બેઠક: 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર

રોકાણની મર્યાદા અને ટેક્સ બેનિફિટ

પોસ્ટ ઓફિસની આ સ્કીમ સામાન્ય માણસથી લઈને ધનિક વર્ગ માટે અનુકૂળ છે. તમે માત્ર 1,000 રૂપિયાથી ખાતું ખોલાવીને રોકાણની શરૂઆત કરી શકો છો, અને તેમાં મહત્તમ રોકાણની કોઈ જ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. ગ્રાહકો પોતાની સુવિધા અનુસાર સિંગલ (એકલું) અથવા જોઈન્ટ (સંયુક્ત) ખાતું ખોલાવી શકે છે. આ યોજનાનો સૌથી મોટો અને બેવડો ફાયદો એ છે કે જો તમે 5 વર્ષ માટે ટાઈમ ડિપોઝિટમાં રોકાણ કરો છો, તો તમને આવકવેરા ધારાની કલમ 80C હેઠળ ઈન્કમ ટેક્સમાં પણ મોટી રાહત મળે છે.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan