Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

અમરેલીમાં ધારાસભ્ય હીરા સોલંકી અને પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા:POP અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ વહેંચી, 2027 ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 12, 2026 👁 1 views
અમરેલીમાં ધારાસભ્ય હીરા સોલંકી અને પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા:POP અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ વહેંચી, 2027 ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો
અમરેલીના રાજુલામાં ગણેશ મહોત્સવ પહેલા ભાજપના બે જૂથો દ્વારા ગણેશ મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું. ધારાસભ્ય હીરા સોલંકી અને પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરના જૂથોએ આ મૂર્તિઓ વહેંચી હતી. રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ધારાસભ્ય હીરા સોલંકીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ POPની મૂર્તિઓનું વિતરણ કર્યું. કુલ 85 જેટલી મૂર્તિઓ મંડળો, આયોજકો અને વિવિધ સંસ્થાઓને શહેરથી લઈને દરિયાકાંઠાના ગામડાઓ સુધી પહોંચાડવામાં આવી હતી. બીજી તરફ, પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરે ઇકો ફ્રેન્ડલી માટીના ગણપતિનું વિતરણ કર્યું. તેમણે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ બચાવવા અને પર્યાવરણ સંરક્ષણ માટે આ પહેલ કરી હતી. રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિધાનસભા વિસ્તારમાં મોટી સંખ્યામાં માટીની મૂર્તિઓનું વિતરણ થયું. આ કાર્યક્રમોને 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો માનવામાં આવી રહ્યો છે. સોલંકી અને ડેર બંને અત્યારથી જ ચૂંટણીના મેદાનમાં ઉતરી ચૂક્યા છે. જોકે, ભાજપ કોને ટિકિટ આપશે તે 2027માં જ સ્પષ્ટ થશે. બંને નેતાઓએ પોતાના જૂથના કાર્યકરો અને સમર્થકો દ્વારા ગણેશ મૂર્તિઓનું વિતરણ કરાવ્યું હતું. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મંડળો અને આયોજકો વાજતે ગાજતે ગણેશ પ્રતિમાઓ લઈ જતા જોવા મળ્યા હતા, જેનાથી લોકોને સીધો ફાયદો થયો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan