top
પોલીસ સ્ટેશનમાં વકીલ પર અત્યાચાર મામલે ગ્રામ્ય SPની મોટી કાર્યવાહી:સુરત જિલ્લા વકીલ મંડળની રજૂઆત બાદ પોલીસકર્મી હેડક્વાર્ટર ટ્રાન્સફર, PSI-ASI સામે તપાસના આદેશ
સુરત જિલ્લા વકીલ મંડળના સભ્ય અને વકીલ ગૌરાંગ ભરતભાઈ હેરમા ઉપર ગત તા. 4 સપ્ટેમ્બર 2026 ના રોજ કામરેજ પોલીસ દ્વારા મારમારવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી હતી. આ મામલે પોલીસ અધિકારીઓ દ્વારા હોદ્દાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવા અંગે અને કાયદાનો ભંગ કરવા બદલ આરોપીઓ સામે પોલીસ અક્ષિક્ષક (રૂરલ) સુરતને જિલ્લા વકીલ મંડળ દ્વારા લેખિત અરજી આપવામાં આવી હતી. વકીલ પર થયેલા આ અત્યાચારને લઈને વકીલ આખામાં ભારે રોષ ફેલાયો હતો અને સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જિલ્લા વકીલ મંડળના આગેવાનોની રજૂઆત આ બનાવ અંગે આજરોજ રૂરલ પોલીસ સ્ટેશનના એસ.પી. રાજેશ ગઢીયાને રૂબરૂ મળવા માટે સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ. ઉદયભાઈ પટેલ, સેક્રેટરી મુકુંદભાઈ રામાણી તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સુરતના સભ્ય હરેશભાઈ નાકરાણી તથા અન્ય સીનીયર વકીલઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વકીલ આગેવાનો દ્વારા એસ.પી. સમક્ષ સમગ્ર ઘટનાની ગંભીર રજૂઆત કરવામાં આવી હતી અને પોલીસકર્મીઓ સામે સખત કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી. એસપીના PSI-ASI સામે તપાસના આદેશ મેહુલભાઈ જોગાભાઈ કસોટીયા હેડક્વાર્ટર તબદીલ, પીએસઆઈ ચાવડા અને એએસઆઈ શક્તિસિંહ સામે ઇન્ક્વાયરીના આદેશ અપાયા છે. વકીલ મંડળની રજૂઆતને ગંભીરતાથી ધ્યાને લઈ સુરત ગ્રામ્ય એસ.પી. દ્વારા ત્વરિત ધોરણે સખત પગલાં લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે મેહુલભાઈ જોગાભાઈ કસોટીયાને તાત્કાલિક ધોરણે હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. આ સાથે જ પીએસઆઈ ચાવડા અને એ.એસ.આઈ. શક્તિસિંહ તથા મેહુલભાઈ જોગાભાઈ કસોટીયા વિરુદ્ધ ઇન્કવાયરી કરવાનો ઓર્ડર પણ કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે.
Read full article on Divya Bhaskar