Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

પંચમહાલ ક્રાઈમ અપડેટ:ATM કાર્ડ બદલી ₹2.28 લાખની છેતરપિંડી, કોર્ટ બહાર હુમલો અને પ્રેમસંબંધની અદાવતમાં કુહાડીથી હુમલો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 11, 2026 👁 1 views
પંચમહાલ ક્રાઈમ અપડેટ:ATM કાર્ડ બદલી ₹2.28 લાખની છેતરપિંડી, કોર્ટ બહાર હુમલો અને પ્રેમસંબંધની અદાવતમાં કુહાડીથી હુમલો
પંચમહાલ જિલ્લામાં છેતરપિંડી, મારામારી અને જીવલેણ હુમલાના ત્રણ અલગ બનાવો સામે આવ્યા છે. ગોધરામાં ATM કાર્ડ બદલી ₹2.28 લાખ ઉપાડ્યા છે, જ્યારે સેસન્સ કોર્ટ બહાર એક યુવક પર હુમલો થયો છે. મોરવા હડફના રજાયતા ગામે પ્રેમસંબંધની અદાવતમાં કુહાડી વડે હુમલો થતાં એક જ પરિવારના ત્રણ સભ્યો ઈજાગ્રસ્ત થયા છે. ATM કાર્ડ બદલી ₹2.28 લાખની છેતરપિંડી ગોધરા તાલુકાના ભામૈયા પશ્ચિમ ગામના મામુભાઈ કાનજીભાઈ મકવાણા પોતાની માતાનું ATM કાર્ડ લઈને લાલબાગ બસ સ્ટેશન નજીક આવેલા બેંક ઓફ બરોડાના ATM સેન્ટર પર નાણાં ઉપાડવા ગયા હતા. દરમિયાન અજાણ્યા શખ્સે ચાલાકીથી તેમનું મૂળ ATM કાર્ડ બદલી દીધું હતું અને તેના બદલે ‘ANSHIKA SINGH’ નામનું અન્ય કાર્ડ આપી દીધું હતું. ત્યારબાદ આરોપીએ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન અને ATM મારફતે કુલ ₹2.28 લાખ ઉપાડી લીધા હતા. છેતરપિંડીની જાણ થતાં મામુભાઈએ ગોધરા શહેર ‘A’ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સેસન્સ કોર્ટ બહાર બોલાચાલી બાદ યુવક પર હુમલો બીજા બનાવમાં ગોધરા સેસન્સ કોર્ટ ખાતે 10 સપ્ટેમ્બરના રોજ તારીખ માટે આવેલા 41 વર્ષીય રત્નેશભાઈ નીતિનકુમાર પટેલ સાથે વાહન પાડી દેવા જેવી બાબતે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા લલીત છગનલાલ હેમરાજાણી સાથે તકરાર થઈ હતી. ફરિયાદ મુજબ, લલીતે ગાળો ભાંડી રત્નેશભાઈના મોઢાના ભાગે બે-ત્રણ થપ્પડ મારી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે રત્નેશભાઈની ફરિયાદના આધારે ગોધરા શહેર ‘B’ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રેમસંબંધની અદાવતમાં એક જ પરિવારના ત્રણ સભ્યો પર કુહાડીથી હુમલો મોરવા હડફ તાલુકાના રજાયતા ગામના ડુંગરભીત ફળિયામાં પ્રેમસંબંધની અદાવતમાં ગંભીર હુમલો થયો હતો. નરેન્દ્રકુમાર ગરાસીયા સાથે રંગીતભાઈ બળવંતભાઈ ગરાસીયાએ તકરાર કર્યા બાદ લોખંડની કુહાડી વડે નરેન્દ્રકુમારના માથા અને કાનના ભાગે હુમલો કર્યો હતો. પુત્રને બચાવવા વચ્ચે પડેલા માતા કાળીબેન અને પિતા ગોવિંદભાઈ પર પણ કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં એક જ પરિવારના ત્રણ સભ્યો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ બાદ આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે કાળીબેન ગરાસીયાની ફરિયાદના આધારે મોરવા હડફ પોલીસે રંગીતભાઈ બળવંતભાઈ ગરાસીયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan