top
PM મોદી 8 સપ્ટેમ્બરે નવસારીમાં 'નમો કમલમ' કાર્યાલયનું લોકાર્પણ કરશે:CR પાટીલે 100 ફેરિયાઓને ₹30 હજારની લારીઓ વિનામૂલ્યે આપી; આગામી સમયમાં 700 નાના વેપારીઓને પણ અપાશે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે નવસારી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ નેશનલ હાઈવે નજીક નવનિર્મિત દેશના સૌથી આધુનિક અને સુવિધાસભર 'નમો કમલમ' કાર્યાલયનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનના આગમનને પગલે ભાજપ સંગઠન દ્વારા સમગ્ર જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 100 લારીધારકોને સ્ટીલની લારીઓનું વિતરણ આ સેવાકીય અભિયાન હેઠળ નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં લૂંસીકુઈ ગ્રાઉન્ડ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લૂંસીકુઈ ચોપાટીના 100 જરૂરિયાતમંદ લારીધારકોને સંસદસભ્ય ફંડમાંથી અંદાજે ₹30,000ની કિંમત ધરાવતી સ્ટેનલેસ સ્ટીલની આધુનિક લારીઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. શહેરમાં એકસરખું સ્ટ્રીટ ફૂડ કલ્ચર વિકસાવવાનો ધ્યેય નવસારી શહેરમાં સ્ટ્રીટ ફૂડ કલ્ચર વ્યવસ્થિત અને સ્વચ્છ રીતે વિકસે તેમજ તમામ લારીઓ એકસરખી દેખાય તેવા હેતુથી આ આયોજન કરાયું છે. આગામી સમયમાં તબક્કાવાર રીતે અન્ય 700 જેટલા નાના વેપારીઓને પણ આ પ્રકારની મજબૂત સ્ટીલની લારીઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. નાના ધંધાર્થીઓને આર્થિક ટેકો મળશે મોંઘવારીના વર્તમાન સમયમાં મજબૂત સ્ટેનલેસ સ્ટીલની લારી મળવાથી નાના ધંધાર્થીઓ પોતાનો વેપાર વધુ સ્વચ્છ અને સક્ષમ બનાવી આર્થિક રીતે પગભર થઈ શકશે. આ પહેલથી સ્થાનિક રોજગારીને બળ મળશે અને વેપારીઓને પોતાના ધંધાના વિસ્તારમાં સરળતા રહેશે. જિલ્લામાં વિવિધ સામાજિક-આરોગ્ય વિષયક સેવાઓ શરુ વડાપ્રધાનની મુલાકાતને યાદગાર બનાવવા માટે સંગઠન દ્વારા અન્ય અનેક જનકલ્યાણકારી સેવાઓ પણ હાથ ધરાઈ છે. જેમાં સગર્ભા બહેનોને પૌષ્ટિક કીટ વિતરણ, ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન આહાર કીટ, વડીલો માટે નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કેમ્પ અને દિવ્યાંગજનો માટે સાધન-સહાય તથા આરોગ્ય તપાસ કેમ્પનો સમાવેશ થાય છે.
Read full article on Divya Bhaskar