Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

PM Kisan Yojana : કેટલાક ખેડૂતોને મળી શકે છે 4,000 રૂપિયા, જાણો ક્યારે જમા થશે 24મો હપ્તો

📰 Sandesh 🕐 1 min read 📅 September 2, 2026 👁 4 views
PM Kisan Yojana : કેટલાક ખેડૂતોને મળી શકે છે 4,000 રૂપિયા, જાણો ક્યારે જમા થશે 24મો હપ્તો
દેશભરના ખેડૂતોની નજર હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi)ના 24મા હપ્તા પર છે. ખેડૂતોમાં ચર્ચા છે કે ₹2,000નો આગામી હપ્તો તેમના બેન્ક ખાતામાં ક્યારે જમા થશે. યોજના હેઠળ ખેડૂતોને વર્ષમાં ત્રણ હપ્તા, ચાર-ચાર મહિનાના અંતરે આર્થિક સહાય આપવામાં આવે છે. આ ખેડૂતોને મળશે 4000 રૂપિયા અગાઉ 23મો હપ્તો જૂનમાં જાહેર કરવામાં આવ્યો હતો. આ ગણતરી મુજબ ચાર મહિનાનો સમયગાળો પૂર્ણ થતાં 24મો હપ્તો ઓક્ટોબરમાં આવવાની શક્યતા છે. ઓક્ટોબરમાં દુર્ગાપૂજા સહિતના તહેવારો હોવાથી તહેવાર પહેલાં ખેડૂતોના ખાતામાં રકમ જમા થવાની આશા છે. આ દરમિયાન કેટલાક પાત્ર ખેડૂતોને આ વખતે ₹2,000ના બદલે ₹4,000 મળી શકે છે. જોકે, આ લાભ તમામ ખેડૂતોને મળશે નહીં. જે ખેડૂતોને અગાઉનો એટલે કે 23મો હપ્તો કોઈ કારણસર અટકી ગયો હતો, ખાસ કરીને e-KYC અથવા જમીન ચકાસણી પૂર્ણ ન થવાને કારણે જેમને રકમ મળી નહોતી, તેમને બાકી રકમ અને નવા હપ્તાનો લાભ એકસાથે મળી શકે છે. આ ખામીઓ દૂર કરવી જરૂરી જો આવા ખેડૂતોએ હવે જરૂરી e-KYC, જમીન ચકાસણી અથવા દસ્તાવેજ સંબંધિત ખામીઓ દૂર કરી દીધી હોય અને રાજ્ય સરકાર દ્વારા તેમની વિગતોની ચકાસણી બાદ નામ મંજૂર કરવામાં આવે, તો તેમને 23મા હપ્તાના બાકી ₹2,000 અને 24મા હપ્તાના ₹2,000 મળીને કુલ ₹4,000 મળી શકે છે. જે ખેડૂતોને 23મો હપ્તો સમયસર મળી ગયો હતો, તેમને નિયમ મુજબ માત્ર 24મા હપ્તાના ₹2,000 જ મળશે. આ પણ વાંચો : Jitendra Mishra: કારગિલથી લઈ ઓપરેશન સિંદૂર... કોણ છે માર્શલ જિતેન્દ્ર મિશ્રા? જેમની ચારેકોર થઇ રહી છે ચર્ચા
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan