PM મોદીએ બાળકો સાથે કરી રક્ષાબંધનની ઉજવણી, હાઈ ફાઈ કરતા વીડિયો કર્યો શેર
Raksha Bandhan 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવાર (28 ઓગસ્ટ) ના રોજ બાળકો સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો. તેમણે આ દરમિયાન બાળકો પાસે રાખડી પણ બંધાવી હતી. પીએમ મોદીએ તેમની સાથે વાતચીત કરી અને રક્ષાબંધનની ખુશીઓ વહેંચી હતી. પ્રધાનમંત્રીના આવાસ 7, લોક કલ્યાણ માર્ગ પર એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ઘણા બાળકો સામેલ થયા હતા. પીએમ મોદીના સોશિયલ મીડિયા હેન્ડલ પર વીડિયો અને તસવીરો શેર કરવામાં આવી છે.
પીએમ મોદી બાળકો વચ્ચે ખૂબ જ સહજ અને ખુશ નજરે જોવા મળ્યા હતા. પ્રધાનમંત્રીએ રક્ષાબંધનના અવસરે દેશવાસીઓને પણ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે રક્ષાબંધન ભાઈ-બહેન વચ્ચે પ્રેમ, સ્નેહ અને વિશ્વાસનું પ્રતીક છે. પીએમ મોદીએ X હેન્ડલની એક પોસ્ટ દ્વારા કહ્યું, રક્ષાબંધનની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. આ પાવન પર્વ આપ સૌના જીવનમાં ખુશાલી, સમૃદ્ધિ અને સફળતા લઈને આવે. સ્નેહ, આપ્તજનતા અને આપસી વિશ્વાસની દોર સદૈવ અટૂટ બની રહે, એ જ કામના છે.
આ પણ વાંચો...Rain Alert: ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આજે 14 રાજ્યોમાં વરસાદની ચેતવણી
View this post on Instagram
High fives, smiles and more during today’s Raksha Bandhan celebrations at 7, LKM. pic.twitter.com/dMTJHxlVhH
— Narendra Modi (@narendramodi) August 28, 2026
રાજનાથ સિંહે પણ બાળકો પાસે બંધાવી રાખડી
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ બાળકો પાસે રાખડી બંધાવી હતી. તેમણે X પર લખ્યું, નવી દિલ્હીમાં મારા ઘરે રક્ષાબંધનનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. યુવા ભારત સાથે રાખડીના તહેવારની ખુશીઓ અને સ્નેહ વહેંચ્યો. તેમણે દેશને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું, રક્ષાબંધનના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ. ભાઈ-બહેનના અતૂટ સ્નેહ, પરસ્પર વિશ્વાસ અને આત્મીયતાનો આ પર્વ આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને મૂલ્યોની સુંદર ઝલક રજૂ કરે છે. આ પર્વ આપણને મહિલાઓના સન્માન, સુરક્ષા અને ગરિમા માટે કટિબદ્ધ રહેવાની પ્રેરણા પણ આપે છે. આ શુભ અવસરે હું કામના કરું છું કે આપણો સમાજ મહિલાઓના સન્માન, સ્વાભિમાન અને સશક્તિકરણ પ્રત્યે વધુ સજાગ અને સંવેદનશીલ બને.