Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

PM મોદીની મિમિક્રી પર વિવાદ, રેખા ગુપ્તાએ કહ્યું- રાજકારણમાં માતાનું અપમાન ન થવું જોઈએ

📰 Sandesh 🕐 1 min read 📅 September 20, 2026 👁 1 views
PM મોદીની મિમિક્રી પર વિવાદ, રેખા ગુપ્તાએ કહ્યું- રાજકારણમાં માતાનું અપમાન ન થવું જોઈએ
Madhya Pradeshના ઇન્દોરમાં કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમ દરમિયાન થયેલી એક રજૂઆત અને તેના પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયાને લઈને દેશના રાજકારણમાં નવો વિવાદ ઊભો થયો છે. ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. રેખા ગુપ્તાનો રાહુલ ગાંધી પર પણ આકરો પ્રહાર દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીના વર્તનને લઈને આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે રાજકારણમાં વૈચારિક મતભેદ અને વિરોધ થઈ શકે છે, પરંતુ કોઈની દિવંગત માતા અંગે અપમાનજનક ટિપ્પણી કરવી યોગ્ય નથી. રેખા ગુપ્તાએ પોતાની પોસ્ટમાં કહ્યું કે માતાના અપમાન પર હસીને રાહુલ ગાંધીએ પોતાના રાજકીય સંસ્કાર દેશની સામે રજૂ કર્યા છે. તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પણ આકરો પ્રહાર કર્યો છે. પીએમ મોદીની માતાને રાજકારણમાં લાવવાનો વિરોધ રેખા ગુપ્તાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજકીય વિરોધ કરી શકાય છે, તેમને સવાલ પૂછી શકાય છે અને તેમની નીતિઓની ટીકા પણ કરી શકાય છે. પરંતુ તેમની સ્વર્ગીય માતાને રાજકારણમાં લાવવી અને અપમાનજનક ટિપ્પણી પર હસવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે માતા કોઈ પક્ષ કે વિચારધારાની નથી, પરંતુ માતાનું સન્માન ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનો ભાગ છે. JDUએ પણ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું JDU નેતા શ્યામ રજકે પણ રાહુલ ગાંધી પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે રાજકારણમાં વ્યક્તિગત આરોપ નહીં, પરંતુ નીતિ આધારિત લડાઈ હોવી જોઈએ. તેમના અનુસાર નીતિઓ અંગે કંઈ પણ કહેવું અલગ બાબત છે, પરંતુ વ્યક્તિગત ટિપ્પણી યોગ્ય નથી. શ્યામ રજકે કહ્યું કે વડાપ્રધાન દેશના 140 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના અને તેમના પરિવારના સભ્યો અંગે વ્યક્તિગત ટિપ્પણી કરવી યોગ્ય નથી. તેમણે રાહુલ ગાંધીને રાજકીય તાલીમ લેવાની જરૂરિયાત અંગે પણ વાત કરી. સતીશ પૂનિયાએ પણ નિશાન સાધ્યું ભાજપના પંજાબ પ્રભારી અને સાંસદ સતીશ પૂનિયાએ કહ્યું કે રાહુલ ગાંધીએ કાર્યક્રમનું નામ ‘છાત્રો કી ગૂંજ’ રાખ્યું છે, પરંતુ તેમના કાર્યક્રમમાં વડાપ્રધાનની મિમિક્રી કરવામાં આવી. તેમણે વડાપ્રધાનની માતા અંગે થયેલી રજૂઆતને લઈને રાહુલ ગાંધી પાસે માફીની માંગ કરી. ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમથી વિવાદ શરૂ થયો ઇન્દોરમાં રાહુલ ગાંધી ‘છાત્રો કી ગૂંજ’ સંવાદ કાર્યક્રમમાં યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન મંચ પર કોમેડિયન પુલકિત મણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બોલવાની શૈલી અને તેમની કેટલીક બાબતોની મિમિક્રી કરી હતી. રજૂઆતનો વીડિયો સામે આવ્યા બાદ ભાજપે આ મુદ્દે રાહુલ ગાંધી અને કોંગ્રેસને ઘેર્યા. આ પણ વાંચો: DUSU ચૂંટણીમાં ABVPના દબદબા બાદ નડ્ડાનો રાહુલ ગાંધી પર કટાક્ષ, કહ્યું- ‘ગૂંજ નહીં, ધમાકો સાંભળ્યો’
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan