sports
અમરેલીમાં ખેલો ઈન્ડિયા કાર્યક્રમ યોજાયો:યુવાઓએ PM મોદી સાથે ઓનલાઈન સંવાદ કર્યો, નશા મુક્ત ભારતના શપથ લેવાયા
અમરેલીમાં ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત 'ખેલો ઈન્ડિયા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લાઈવ ઓનલાઈન સંવાદ યોજાયો હતો, જેમાં 286 એન.એસ.એસ. વોલિએન્ટર્સ અને યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ માય ભારત અમરેલી કચેરી, કે. કે. પારેખ કોમર્સ કોલેજ અમરેલી તથા એચ. ડી. સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાજુલાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લા યુવા અધિકારી રાકેશ બિશનોઈએ 'ખેલો ઈન્ડિયા' વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, ઓફિસ આસિસ્ટન્ટ દ્વારા યુવાઓને નશા મુક્તિ અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ તકે નેશનલ ગેમ ગોલ્ડ મેડાલિસ્ટ નકુમ માર્ગી નિલેશ અને તવિયા ગુંજન અજયભાઈ ખાસ ઉપસ્થિત રહીને યુવાનોને પ્રેરણા આપી હતી. પ્રોફેસર ડૉ. આશિષ ગોરવાડિયાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું અને રાહુલ (અગ્નિવીર ટ્રેનર)એ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આશિષ જાદવ અને તેમની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
Read full article on Divya Bhaskar