Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

સેવા સંકલ્પ અભિયાન માટે પંચમહાલ ભાજપની મહત્વપૂર્ણ બેઠક:PM મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવા પર કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા કરાઈ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 11, 2026 👁 1 views
સેવા સંકલ્પ અભિયાન માટે પંચમહાલ ભાજપની મહત્વપૂર્ણ બેઠક:PM મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવા પર કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા કરાઈ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના જનસેવાના 25 વર્ષ પૂરા થવા પર ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરાઈ રહ્યું છે. આ અભિયાન હેઠળ પંચમહાલ જિલ્લામાં થનારા વિવિધ કાર્યક્રમોના આયોજન માટે આજે પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી. પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ થનારા વિવિધ કાર્યક્રમો વિશે વિગતવાર ચર્ચા થઈ હતી. કાર્યક્રમોને સફળ બનાવવા અને વધુમાં વધુ કાર્યકર્તાઓ તથા લોકોને જોડવા માટે પ્રમુખે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ‘સેવા સંકલ્પ અભિયાન’ની શરૂઆત 17 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે થશે. આ અભિયાન હેઠળ વિવિધ સેવાકીય અને જનસંપર્કના કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ અભિયાનને સફળ બનાવવા માટે સક્રિય ભાગીદારીનો સંકલ્પ લીધો હતો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan