Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

અમીરગઢમાં ભાજપ દ્વારા સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ:PM મોદીના સેવાકાળના 25 વર્ષ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી વિશેષ અભિયાન; ભાજપ કાર્યકર્તાઓને 13 કાર્યક્રમોનું માર્ગદર્શન અપાયું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 10, 2026 👁 2 views
અમીરગઢમાં ભાજપ દ્વારા સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ:PM મોદીના સેવાકાળના 25 વર્ષ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી વિશેષ અભિયાન; ભાજપ કાર્યકર્તાઓને 13 કાર્યક્રમોનું માર્ગદર્શન અપાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં 25 વર્ષની અવિરત સેવા પૂર્ણ થવાના અવસરે ભાજપ દ્વારા દેશભરમાં વિશેષ સેવા અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાન 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી યોજાનાર છે. તેના જ ભાગરૂપે અમીરગઢ તાલુકા ભાજપ દ્વારા ઈકબાલગઢ વિશ્વેસ્વર ખાતે સેવા સંકલ્પ અભિયાન માટેની એક મહત્વપૂર્ણ કાર્યશાળા યોજવામાં આવી હતી. કાર્યકર્તાઓને 13 પ્રકારના કાર્યક્રમો અંગે માર્ગદર્શન અપાયું આ કાર્યશાળામાં હાજર રહેલા કાર્યકર્તાઓને વડાપ્રધાનના 25 વર્ષના સફળ સેવાકાળને દર્શાવતા 13 વિવિધ પ્રકારના કાર્યક્રમો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભાજપના કાર્યકર્તાઓ આ આયોજનો થકી વધુમાં વધુ લોકોને અભિયાન સાથે જોડવાનો પ્રયાસ કરશે. ખાસ કરીને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચી તેમને પણ આ અભિયાનમાં સામેલ કરવા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરાઈ હતી. PM મોદીના જન્મદિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની શુભેચ્છા સાથે વિવિધ લોકહિતની સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. અમીરગઢ તાલુકાના વિવિધ ગામોમાંથી આવેલા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ આ કાર્યશાળામાં હાજરી આપીને ઉત્સાહ દર્શાવ્યો હતો. આગામી કાર્યક્રમો માટે સંગઠનાત્મક જવાબદારીઓ સોંપાઈ બેઠક દરમિયાન આગામી સમયમાં હાથ ધરાનારા તમામ સેવાકીય કાર્યક્રમોને સફળ બનાવવા માટે કાર્યકર્તાઓને ચોક્કસ સંગઠનાત્મક જવાબદારીઓ સોંપવામાં આવી હતી. તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ એકસાથે મળીને અભિયાનને સફળ બનાવવા સંકલ્પ લીધો હતો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan