Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ફજર બેદરકારી બદલ બે PI અને એક PSI સસ્પેન્ડ:મોઢેરા ચાર રસ્તા મર્ડર કેસ અને જુગારની રેડ મામલે મહેસાણા જિલ્લા પોલીસ વડાની કાર્યવાહી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 13, 2026 👁 1 views
ફજર બેદરકારી બદલ બે PI અને એક PSI સસ્પેન્ડ:મોઢેરા ચાર રસ્તા મર્ડર કેસ અને જુગારની રેડ મામલે મહેસાણા જિલ્લા પોલીસ વડાની કાર્યવાહી
મહેસાણા જિલ્લા પોલીસ વડાએ કડક વલણ અપનાવીને ફરજમાં ગંભીર બેદરકારી દાખવનારા ત્રણ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કર્યા છે. હાઇપ્રોફાઇલ મર્ડર કેસ અને જુગારની રેડમાં સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે આવતાં આ શિસ્તભંગની કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેનાથી સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મોઢેરા ચાર રસ્તા મર્ડર કેસમાં PI સસ્પેન્ડ મહેસાણા શહેરના ચર્ચિત મોઢેરા ચાર રસ્તા મર્ડર કેસની તપાસ દરમિયાન ગંભીર લાલિયાવાડી સામે આવતાં મહેસાણા શહેર બી ડિવિઝનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એ.આર. પટેલ સામે લાલ આંખ કરવામાં આવી છે. હત્યા જેવા અત્યંત સંવેદનશીલ ગુનામાં યોગ્ય તપાસ અને કામગીરી ન કરવા બદલ જિલ્લા પોલીસ વડાએ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. ખેરાલુમાં SMCની રેડ બાદ PI અને PSI સામે કાર્યવાહી બીજી તરફ, ખેરાલુ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાડવામાં આવેલી જુગારની સફળ રેડના મામલે સ્થાનિક પોલીસની ઘોર નિષ્ક્રિયતા ઉઘાડી પડી હતી. SMCની કાર્યવાહી બાદ સ્થાનિક સ્તરે બેદરકારી બદલ ખેરાલુના PI પી.આર. કરણ અને PSI એ.આર. ચૌધરીને પણ તાત્કાલિક અસરથી નિલંબિત કરી દેવાયા છે. ગુનાખોરી કે ફરજમાં બેદરકારી દાખવનાર અધિકારીઓને બક્ષવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશ આ કાર્યવાહીથી આપવામાં આવ્યો છે. વધુ માહિતી માટે દિવ્ય ભાસ્કરે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો, જોકે તેઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan