Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

પહેલગામ હુમલા બાદ ઐતિહાસિક નિર્ણય: 2027 SAF ગેમ્સ માટે પાકિસ્તાન જશે ભારતીય ખેલાડીઓ

📰 Abp News 🕐 1 min read 📅 September 7, 2026 👁 2 views
પહેલગામ હુમલા બાદ ઐતિહાસિક નિર્ણય: 2027 SAF ગેમ્સ માટે પાકિસ્તાન જશે ભારતીય ખેલાડીઓ

India Pakistan SAF Games 2027: કાશ્મીરના પહેલગામમાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલાએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજદ્વારી તેમજ રમતગમતના સંબંધોને ઐતિહાસિક તળિયે પહોંચાડી દીધા હતા. આ હુમલામાં 26 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે, આ ભારે તંગદિલી વચ્ચે રમતગમત ક્ષેત્રે એક મોટા અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. ભારતે પાકિસ્તાનમાં યોજાનારી 2027 સાઉથ એશિયન ફેડરેશન (SAF) ગેમ્સમાં ભાગ લેવા માટે પોતાની સૈદ્ધાંતિક સંમતિ દર્શાવી છે. જો આ નિર્ણય પર અંતિમ મહોર લાગશે, તો પહેલગામ હુમલાની દુઃખદ ઘટના બાદ આ પ્રથમ પ્રસંગ હશે જ્યારે ભારતીય ખેલાડીઓ પાકિસ્તાનની ધરતી પર રમવા જશે.

પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, તાજેતરમાં દક્ષિણ એશિયન ઓલિમ્પિક એસોસિએશનની એક ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતના પ્રતિનિધિમંડળે પણ સક્રિય હાજરી આપી હતી અને 4 થી 11 એપ્રિલ 2027 દરમિયાન પાકિસ્તાનમાં યોજાનારી રમતોમાં ભાગ લેવાનું આમંત્રણ સત્તાવાર રીતે સ્વીકાર્યું હતું. આ આંતરરાષ્ટ્રીય રમતો માટે ભારતીય ખેલાડીઓના દળની સંપૂર્ણ વિગતો આગામી જાન્યુઆરી મહિનામાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.

નોંધનીય છે કે પાકિસ્તાને છેલ્લે વર્ષ 2004 માં ઇસ્લામાબાદ ખાતે SAF ગેમ્સનું આયોજન કર્યું હતું. આમ, બે દાયકાથી પણ વધુ સમય બાદ પાકિસ્તાનમાં આટલા મોટા બહુ-રમતગમત કાર્યક્રમની વાપસી થઈ રહી છે. 2027 ની આ આવૃત્તિમાં કુલ 28 રમતોની રોમાંચક સ્પર્ધાઓ યોજાશે, જેના માટે ઇસ્લામાબાદ, લાહોર અને પેશાવર એમ ત્રણ શહેરોની યજમાન તરીકે પસંદગી કરવામાં આવી છે. રમતોની ફાળવણી જોઈએ તો, પાટનગર ઇસ્લામાબાદમાં સ્ક્વોશ, ટેનિસ અને માર્શલ આર્ટ્સ સહિત કુલ 15 રમતો રમાશે. લાહોરમાં ક્રિકેટ, હોકી અને સ્વિમિંગ સહિત 10 રમતોનું આયોજન થશે, જ્યારે પેશાવરના ફાળે 3 રમતો આવી છે.

ભારતીય ક્રિકેટ ટીમની વાત કરીએ તો, ભારતીય ક્રિકેટરો છેલ્લે 2008 માં પાકિસ્તાનમાં રમ્યા હતા. જોકે, અગાઉની સાઉથ એશિયન ગેમ્સની બે પુરુષ અને એક મહિલા આવૃત્તિમાં ભારતે ક્યારેય પોતાની ક્રિકેટ ટીમ મોકલી નથી, તેથી આ વખતે ક્રિકેટ ટીમ સરહદ પાર જશે કે કેમ તે જોવું અત્યંત રસપ્રદ રહેશે.

ભારતની સકારાત્મક સંમતિ મળ્યા બાદ પાકિસ્તાનમાં તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે વ્યવસ્થાઓની ઉચ્ચ-સ્તરીય સમીક્ષા કરી છે. તેમણે ફેડરલ અને પ્રાંતીય અધિકારીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સુવિધાઓ ઊભી કરવા કડક નિર્દેશ આપ્યા છે. વિદેશી રમતવીરો, અધિકારીઓ, દર્શકો અને આંતરરાષ્ટ્રીય મીડિયા માટે રોકાણ દરમિયાન વ્યાપક સુરક્ષા, ઉચ્ચ કક્ષાનું રહેઠાણ, પરિવહન અને તબીબી સહાયને સૌથી મોટી પ્રાથમિકતા ગણવામાં આવી છે. પાકિસ્તાન ઓલિમ્પિક એસોસિએશને પણ આ ભવ્ય આયોજન માટે તમામ ભાગ લેનારા દેશો અને પ્રાદેશિક રમતગમત સંસ્થાઓ સાથે સંકલન સાધવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan