Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

Passport માં નામ બદલવા માટે શું કરવું પડે? શું ઓનલાઈન કામ થઈ શકે

📰 Abp News 🕐 1 min read 📅 September 7, 2026 👁 1 views
Passport માં નામ બદલવા માટે શું કરવું પડે? શું ઓનલાઈન કામ થઈ શકે

આપણા તમામ સરકારી દસ્તાવેજમાં સાચી માહિતી ખૂબ જ જરુરી છે. ઘણી વખત પાસપોર્ટ, આધાર કાર્ડ કે પાન કાર્ડમાં તમારા નામમાં કોઈ ફેરફાર કર્યો હોય અથવા જો કોઈ મહિલાના લગ્ન પછી પોતાનું નામ કે અટક બદલી હોય તો તેમણે પાસપોર્ટમાં અન્ય દસ્તાવેજો સાથે નામ બદલવું જરુરી છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન કરી શકાતી નથી. તમારે એપોઇન્ટમેન્ટ લેવી પડશે અને પાસપોર્ટ ઓફિસની મુલાકાત લેવી પડશે. પાસપોર્ટમાં તમારું નામ બદલવાની પ્રક્રિયા વિશે વિગતવાર જાણીએ.

પાસપોર્ટમાં તમારું નામ કેવી રીતે બદલવું

જો તમારે તમારા પાસપોર્ટમાં તમારું નામ બદલવાની જરૂર હોય તો પહેલા બીજા સરકારી દસ્તાવેજમાં નામ સુધારવું પડશે. ઉદાહરણ તરીકે તમે તમારા આધાર કાર્ડમાં નામ સુધારી શકો છો જેથી આ દસ્તાવેજનો ઉપયોગ પાસપોર્ટમાં નામ સુધારવા માટે થઈ શકે.

એફિડેવિટ જરૂરી

તમારા પાસપોર્ટમાં તમારું નામ બદલવા માટે તમારે એફિડેવિટ તૈયાર કરવાની જરૂર પડશે. તમે વકીલ દ્વારા ₹100 અથવા યોગ્ય સ્ટેમ્પ ફી માટે જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર સરળતાથી તૈયાર કરી શકો છો.

ન્યૂઝ પેપરમાં આપવી પડશે નોટિસ

જ્યારે તમે તમારું નામ બદલતા હોય કારણ ગમે તે હોય ત્યારે તમારે તમારા શહેરમાં પ્રકાશિત થતા બે અખબારોને આ ફેરફાર વિશે જાણ કરવી આવશ્યક છે. આમાંથી એક મૂળ અખબાર હોવું જોઈએ એટલે કે પ્રાદેશિક ભાષાનું અખબાર અને બીજું અંગ્રેજી અખબાર.

તમે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લઈ શકો છો

  • હવે ઘણા કાર્યો ઓનલાઈન થાય છે. તેવી જ રીતે તમે તમારું નામ બદલવા માટે કેટલાક કાર્યો ઓનલાઈન પણ પૂર્ણ કરી શકો છો.
  • આ કરવા માટે તમારે પહેલા પાસપોર્ટ સેવા પોર્ટલમાં લોગ ઇન કરવું આવશ્યક છે.
  • ત્યારબાદ રી ઈશ્યૂ પાસપોર્ટ વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
  • તમારે નામ બદલવાનું કારણ આપવું આવશ્યક છે.
  • હવે તમારે બધા જરૂરી દસ્તાવેજો જેમ કે એફિડેવિટ ન્યૂઝ પેપર નોટિસની કોપી અને તમારું નામ સાબિત કરવા માટે આધાર કાર્ડ અથવા પાન કાર્ડ અપલોડ કરવા આવશ્યક છે.
  • બધી સાચી માહિતી દાખલ કર્યા પછી તમારે ફી ચૂકવવી પડશે અને પાસપોર્ટ ઓફિસની મુલાકાત લેવા માટે એપોઈન્ટમેન્ટ લેવી પડશે.

જો તમે ઓનલાઈન પ્રક્રિયા કરવામાં અસમર્થ હોય તો તમે બધા દસ્તાવેજો સાથે સીધા પાસપોર્ટ ઓફિસમાં પણ જઈ શકો છો. ચકાસણી પ્રક્રિયા માટે તમારે પાસપોર્ટ ઑફિસની મુલાકાત લેવાની જરૂર પડશે. ભલે તમે થોડું કામ ઓનલાઈન પૂર્ણ કરો. પાસપોર્ટ ઑફિસની મુલાકાત લો તે દિવસે બધા મૂળ દસ્તાવેજો અને સ્વ-પ્રમાણિત નકલો તમારી સાથે લાવવાનું યાદ રાખો. બધી ચકાસણી પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી તમારો પાસપોર્ટ નવા નામ સાથે ફરીથી જારી કરવામાં આવશે.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan