Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Pakistanના તમામ આક્ષેપોને નકારીએ છીએ, પાકિસ્તાની જહાજની ટક્કર પર વિદેશ મંત્રાલયએ આપ્યું નિવેદન

📰 Sandesh 🕐 1 min read 📅 September 18, 2026 👁 1 views
Pakistanના તમામ આક્ષેપોને નકારીએ છીએ, પાકિસ્તાની જહાજની ટક્કર પર વિદેશ મંત્રાલયએ આપ્યું નિવેદન
મંગળવાર 15 સપ્ટેમ્બર 2026ની સાંજે અરબી સમુદ્રમાં ભારતની INS કોલકાતા અને પાકિસ્તાનની PNS હુનૈન વચ્ચે થયેલી ટક્કર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન ભારતે આ મામલે પાકિસ્તાનના વલણનો જવાબ આપ્યો છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે કડક ચેતવણી આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, "અમે અમારા દ્વારા નોંધાવવામાં આવેલા વિરોધ પર પાકિસ્તાનની પ્રતિક્રિયાની નોંધ લીધી છે. તેમાં એ જ ટાળી નાખનારું વલણ અથવા સત્ય છુપાવવાનો પ્રયાસ જોવા મળે છે જેની અમને અપેક્ષા હતી. અમે તેમાં કરવામાં આવેલા તમામ આક્ષેપો અને સંકેતોને સ્પષ્ટપણે નકારીએ છીએ." વિદેશ મંત્રાલયની આ મામલે કડક ટિપ્પણી શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાયેલી મીડિયા બ્રીફિંગ દરમિયાન, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "હું આ ઘટના અંગે કેટલીક હકીકતો સ્પષ્ટ કરવા અને પુનરોચ્ચાર કરવા માંગુ છું. INS કોલકાતા પશ્ચિમ અરબી સમુદ્રમાં નિયમિત તૈનાતી પર હતી ત્યારે પાકિસ્તાની નૌકાદળના જહાજ PNS હુનૈને સમુદ્રમાં અસ્વીકાર્ય અને બિનવ્યાવસાયિક વર્તન કર્યું, જેના પરિણામે ટક્કર થઈ." તેમણે જણાવ્યું કે PNS હુનૈન દ્વારા કરવામાં આવેલી જોખમી 'ઓવરટેકિંગ' (આગળ નીકળવાની) કાર્યવાહી એ એપ્રિલ 1991ના 'લશ્કરી કવાયત, દાવપેચ અને સૈનિકોની હિલચાલ અંગેની અગાઉની સૂચના આપવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચેના કરાર'ની કલમ 10નું ગંભીર ઉલ્લંઘન હતું. આ કલમમાં જોગવાઈ છે કે સમુદ્રમાં નૌકાદળના જહાજોએ એકબીજાથી 3 નોટિકલ માઈલ (આશરે 5.5 કિલોમીટર)ના અંતરની અંદર આવવું જોઈએ નહીં. INS કોલકાતાને કોઈ મોટું નુકસાન થયું નથી: વિદેશ મંત્રાલય રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, "વધુમાં, પાકિસ્તાની જહાજે 'સમુદ્રમાં ટક્કર રોકવા માટેના આંતરરાષ્ટ્રીય નિયમો'નું પણ ઉલ્લંઘન કર્યું હતું." તેમણે કહ્યું, "પાકિસ્તાની પક્ષને ફરી એકવાર સલાહ આપવામાં આવી છે કે આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે, તેમના તમામ લશ્કરી એકમોએ યોગ્ય સાવચેતી રાખવી જોઈએ અને બંને પક્ષો વચ્ચેના સંબંધિત કરારોની જોગવાઈઓનું પાલન કરવું જોઈએ. તેમજ આ ઘટનાથી INS કોલકાતાને કોઈ મોટું નુકસાન થયું નથી અને તે સમુદ્રમાં જ છે. આ પણ વાંચો: Weather Update: રાજસ્થાન-બંગાળમાં આવતીકાલે ભારે વરસાદને લઈ એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan