top
પાટણમાં લાંબા વિરામ બાદ મેઘમહર:પાકને સંજીવની મળતાં ખેડૂતો ખુશ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં લાંબા વિરામ બાદ રવિવારે બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો. દિવસભરના અસહ્ય ઉકળાટ અને બફારા પછી વરસાદ પડ્યો હતો. આનાથી લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી. પાટણ શહેરમાં 8 mm વરસાદ નોંધાયો હતો અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. લાંબા સમયથી વરસાદ ન આવતા ખેડૂતો ચિંતામાં હતા. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. અગાઉ પડેલા વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોએ વાવણી કરી દીધી હતી. તેમણે બીટી કપાસ, રજકા બાજરી, મગ, અડદ, જુવાર અને ઘાસચારો જેવા ચોમાસું પાકો વાવ્યા હતા. વાવણી કર્યા બાદ વરસાદ અચાનક ખેંચાઈ ગયો હતો. તેનાથી ખેડૂતોને પાક સુકાઈ જવાનો ડર હતો. રવિવારે બપોરે અચાનક વરસાદ આવતા સૂકાતા પાકને નવું જીવન મળ્યું છે. આ વરસાદથી ખેડૂતો અને ગરમીથી પરેશાન લોકોને મોટી રાહત મળી છે.
Read full article on Divya Bhaskar