Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

પાટણમાં ગટરના બિલ ન ચૂકવાતા કામગીરી ઠપ્પ:નગરપાલિકા સામે કોંગ્રેસનો આક્રોશ, પ્રમુખે આવેદનપત્ર સ્વીકારવાનું ટાળ્યું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 8, 2026 👁 2 views
પાટણમાં ગટરના બિલ ન ચૂકવાતા કામગીરી ઠપ્પ:નગરપાલિકા સામે કોંગ્રેસનો આક્રોશ, પ્રમુખે આવેદનપત્ર સ્વીકારવાનું ટાળ્યું
પાટણ શહેરમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા ગંભીર બની છે. ગટર મરામતનું કામ કરતી એજન્સીનું ટેન્ડર પૂરું થઈ ગયું છે અને તેના બિલ પણ ચૂકવાયા નથી. આ કારણે છેલ્લા 3 દિવસથી ગટર મરામતની કામગીરી સંપૂર્ણપણે બંધ છે. આ મુદ્દે પાટણ શહેર કોંગ્રેસ સમિતિએ નગરપાલિકામાં વિરોધ નોંધાવી આવેદનપત્ર આપવાનો પ્રયાસ કર્યો હતો. જૂની એજન્સીના ટેન્ડરની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં નવી વ્યવસ્થા અંગે સમયસર નિર્ણય લેવાયો ન હતો. જૂની એજન્સીને મુદત વધારો પણ અપાયો નથી. છેલ્લા 9 મહિનાથી તેના બિલ પણ ચૂકવાયા નથી, જેના કારણે એજન્સીએ કામ બંધ કરી દીધું છે. સત્તાધીશો અને અધિકારીઓની બેદરકારી તેમજ સંકલનના અભાવને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં ગટરના ગંદા પાણી રોડ પર ઉભરાઈ રહ્યા છે. તેનાથી દુર્ગંધ ફેલાઈ રહી છે અને જાહેર આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. નાગરિકોની વારંવારની ફરિયાદો છતાં મરામતની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. આ મુદ્દે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ દિપક પટેલ સહિત નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર આપવા પહોંચી હતી. કોંગ્રેસનો આરોપ છે કે પ્રમુખે આવેદનપત્ર સ્વીકારવા કે રજૂઆત સાંભળવાને બદલે ચેમ્બરમાંથી બહાર નીકળી વાહનમાં બેસીને નગરપાલિકા પરિસર છોડી દીધું હતું. કોંગ્રેસે આ વર્તનને ખોટું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે જનતા મુશ્કેલી ભોગવી રહી છે ત્યારે સત્તાધીશો તેમની વાત સાંભળવા તૈયાર નથી. કોંગ્રેસે માંગ કરી છે કે જો આ સમગ્ર મામલે કોઈ ગેરરીતિ કે મિલીભગત હોય તો તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કાર્યવાહી થાય. કોંગ્રેસ પક્ષે માંગ કરી છે કે ભૂગર્ભ ગટરની મરામતનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે. જૂની એજન્સીના બાકી બિલ ચૂકવવામાં આવે. નવી ટેન્ડર પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરીને ઉભરાતી તમામ ગટરોની સફાઈ હાથ ધરવામાં આવે. તેમજ નાગરિકોની ફરિયાદોનો સમયસર નિકાલ લાવવા અને બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરવા પણ રજૂઆત કરાઈ છે. કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આંદોલન ચાલુ રહેશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan