top
પાંચ રાજ્યોની 6 બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત:બંગાળથી લઈને આસમ સુધી રાજકીય હલચલ; 6 ઓક્ટોબરે મતદાન, આ દિવસે આવશે પરિણામ
ભારતીય ચૂંટણી પંચે દેશના 4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 6 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની જાહેરાત કરી દીધી છે. આ બેઠકોમાં 5 વિધાનસભા અને 1 લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ આ તમામ બેઠકો પર આગામી 6 ઓક્ટોબર 2026ના રોજ મતદાન થશે, જ્યારે 9 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. આ તમામ બેઠકો અગાઉના જનપ્રતિનિધિઓના રાજીનામાને કારણે ખાલી પડી હતી. કઈ બેઠકો પર થશે ચૂંટણી? ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ નીચે મુજબની બેઠકો પર પેટાચૂંટણી યોજાશે: લોકસભા બેઠક: નગાંવ (અસમ) - જ્યાં સાંસદ પ્રદ્યુત બોર્દોલોઈના રાજીનામા બાદ ચૂંટણી યોજાઈ રહી છે. વિધાનસભા બેઠકો: મધુરાન્તકમ અને ધારપુરમ (તમિલનાડુ)- જ્યાં ધારાસભ્યો મરાગતમ કુમારવેલ અને પી. સત્યભામાએ રાજીનામું આપ્યું હતું. રેજીનગર અને નંદીગ્રામ (પશ્ચિમ બંગાળ)- જ્યાં ધારાસભ્ય હુમાયુ કબીર અને સીએમ સુવેન્દુ અધિકારીએ રાજીનામા આપ્યા છે. થટ્ટનચાવડી (પુડુચેરી)- જ્યાંથી ધારાસભ્ય એન. રંગાસામીએ રાજીનામું આપ્યું હતું. ચૂંટણીનું સંપૂર્ણ શેડ્યૂલ (Schedule): નોટિફિકેશન બહાર પાડવાની તારીખ: 09 સપ્ટેમ્બર 2026 નામાંકન ભરવાની છેલ્લી તારીખ: 16 સપ્ટેમ્બર 2026 નામાંકન પત્રોની ચકાસણી: 17 સપ્ટેમ્બર 2026 નામ પાછા ખેંચવાની છેલ્લી તારીખ: 19 સપ્ટેમ્બર 2026 મતદાનની તારીખ: 06 ઓક્ટોબર 2026 મતગણતરીની તારીખ: 09 ઓક્ટોબર 2026 ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ: 11 ઓક્ટોબર 2026
Read full article on Divya Bhaskar