Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ચિત્રા (OOH) કંપની સામે પોલીસ ફરિયાદ થઈ શકે:YMCA ક્લબથી રીંગરોડ તરફ જતા રસ્તા પર ડિવાઈડરની વચ્ચે 19 વૃક્ષો કાપી જાહેરાત બોર્ડ લગાવ્યાનો મામલો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 10, 2026 👁 2 views
ચિત્રા (OOH) કંપની સામે પોલીસ ફરિયાદ થઈ શકે:YMCA ક્લબથી રીંગરોડ તરફ જતા રસ્તા પર ડિવાઈડરની વચ્ચે 19 વૃક્ષો કાપી જાહેરાત બોર્ડ લગાવ્યાનો મામલો
અમદાવાદમાં એક તરફ મિશન ફાઇવ મિલિયન ટ્રી અંતર્ગત લાખો વૃક્ષો વાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ શહેરના ડિવાઇડર પર ઉગાડવામાં આવેલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યાની ઘટના સામે આવી છે. YMCA ક્લબ રોડથી રીંગરોડ તરફ જતા માર્ગ પર યોગ સર્કલ પાસે જાહેરાત માટે વૃક્ષો કાપવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગે ચિત્રા (OOH) પ્રાઇવેટ લિમિટેડ કંપનીને નોટિસ આપી છે અને સરખેજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે પત્ર લખ્યો છે. જાહેરાત બોર્ડ માટે વૃક્ષો કાપ્યાનો આક્ષેપ YMCA ક્લબ રોડથી કાકાના ધાબા તરફ જતા રોડ પર યોગ સર્કલ પાસે ડિવાઇડરની વચ્ચે 19થી વધુ વૃક્ષો મોટા થઈ ગયા હતા. આ વૃક્ષોને કાપીને નાના કરી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. કાપવામાં આવેલા વૃક્ષોની આગળના ભાગે સ્ટ્રીટ લાઇટ પર ચિત્રા OOH પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું જાહેરાત બોર્ડ લગાવવામાં આવ્યું હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું. 6 વૃક્ષો જમીન લેવલથી કાપ્યા, 19નું હેવી ટ્રિમિંગ ગાર્ડન વિભાગને ફરિયાદ મળ્યા બાદ સ્થળની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 6 વૃક્ષોને જમીન લેવલથી આશરે ત્રણથી ચાર ફૂટ ઉપરથી કાપી નાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે અન્ય 19 વૃક્ષોનું હેવી ટ્રિમિંગ કરવામાં આવ્યું હતું. કોર્પોરેશનની પરવાનગી વગર આ કામગીરી કરવામાં આવી હોવાનો વિભાગનો આક્ષેપ છે. કંપનીને ત્રણ દિવસમાં ખુલાસો આપવા નોટિસ વૃક્ષો કાપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ મંજૂરી લેવામાં આવી ન હોવાનું સામે આવતા ચિત્રા કંપનીને નોટિસ આપવામાં આવી છે. કંપનીને સમગ્ર મામલે ત્રણ દિવસમાં ખુલાસો રજૂ કરવા જણાવાયું છે. સાથે જ સરખેજ પોલીસ સ્ટેશનમાં કંપની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પત્ર લખવામાં આવ્યો છે. જાહેરાત કે નડતર માટે વૃક્ષો કાપવાની ઘટનાઓ સામે કાર્યવાહી અમદાવાદ શહેરમાં રોડ ડિવાઇડર અને રસ્તાની આસપાસના વૃક્ષો રાતોરાત કાપી નાખવાની ઘટનાઓ અંગે તંત્રનું ધ્યાન દોરાયું છે. મોટા થઈ ગયેલા વૃક્ષોની ડાળીઓ નડતરરૂપ હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગને જાણ કરીને નિયમ મુજબ કામગીરી કરાવી શકાય છે. તેમ છતાં જાહેરાત દેખાય તે માટે અથવા વૃક્ષો નડતરરૂપ હોવાના કારણે કેટલાક લોકો પોતાની રીતે વૃક્ષો કાપતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. આવા બનાવોને રોકવા માટે હવે નોટિસથી આગળ વધીને પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan