Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

'ઓઇલ ફ્રી ભજીયા ખવડાવ્યા, સસ્તું ગોતવું યોગ્ય નથી':સુરત મનપાનો ભજીયા પાર્ટી કાંડ, સભાસદોએ 1 લાખના 131 કિલો ભજીયા ઝાપડ્યા; કોંગ્રેસે કહ્યું- 'પ્રજાના ટેક્સની લૂંટ'

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 30, 2026 👁 1 views
'ઓઇલ ફ્રી ભજીયા ખવડાવ્યા, સસ્તું ગોતવું યોગ્ય નથી':સુરત મનપાનો ભજીયા પાર્ટી કાંડ, સભાસદોએ 1 લાખના 131 કિલો ભજીયા ઝાપડ્યા; કોંગ્રેસે કહ્યું- 'પ્રજાના ટેક્સની લૂંટ'
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં દિવાળી અને ચંડી પડવોની પૂર્વસંધ્યાએ યોજાયેલી નાસ્તા પાર્ટી હાલ 'ભજીયા કાંડ' તરીકે શહેરમાં ભારે વિવાદનું કેન્દ્ર બની છે. સામાન્ય સભામાં માત્ર ભજીયા પાછળ જ પ્રજાની તિજોરીમાંથી ₹1 લાખથી વધુનો તોતિંગ ખર્ચ કરાતાં વિપક્ષ કોંગ્રેસે શાસક ભાજપ સામે પ્રજાના પરસેવાની કમાણી લૂંટવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. બીજી તરફ, આ સમગ્ર વિવાદમાં ખુલાસો કરતાં સુરતના મેયર માયાબેન માવાણીએ જણાવ્યું હતું કે, લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સસ્તું નહીં પણ ગુણવત્તાયુક્ત ભોજન પીરસવામાં આવ્યું છે અને સારું ખવડાવવું એ કોઈ ગુનો નથી. આ મામલે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાયકલવાલાએ જણાવ્યું કે, ભાજપના શાસકોએ સભાના નામે પરંપરા તોડીને ટેક્સના નાણાંનું આંધણ કર્યું. બજારમાં ₹350ના મળતા ભજીયા પાલિકાએ ₹750માં ખરીદ્યા સામાન્ય બજારમાં ઉત્તમ ગુણવત્તાના ભજીયા ₹350 થી 500 પ્રતિ કિલોના ભાવે સરળતાથી ઉપલબ્ધ હોય છે, પરંતુ સુરત મનપાના સત્તાધીશો દ્વારા આ નાસ્તો ₹750 પ્રતિ કિલોના ભાવે મંગાવવામાં આવ્યો હતો. જથ્થાબંધ ઓર્ડર હોવા છતાં માંડ ₹50 નું ડિસ્કાઉન્ટ મેળવીને કુલ 131 કિલોથી વધુ ભજીયા ખરીદવામાં આવ્યા હતા, જેથી માત્ર ભજીયાનું બિલ જ ₹1 લાખને પાર પહોંચી ગયું હતું. આશ્ચર્યની વાત એ છે કે સુરતીઓની આગવી ઓળખ ગણાતી અસલ ઘારી પાછળ આશરે ₹20 હજારનો ખર્ચ થયો હતો, જ્યારે માત્ર તળેલા ભજીયાનું બિલ ઘારી કરતાં પાંચ ગણું વધુ ચૂકવાતાં પાલિકાની નાણાકીય નીતિરીતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. 'ભજીયા ઓઇલ ફ્રી હતા અને એક જમણવાર સમાન હતા': મેયર આ સમગ્ર મામલે મેયર માયા માવાણીએ જણાવ્યું હતું કે, આ વખતની સામાન્ય સભા ચંડી પડવોના દિવસે અને દિવાળી નજીક હોવાથી નાસ્તામાં ઘારી અને ભજીયા રાખવામાં આવ્યા હતા. આ વ્યવસ્થા માત્ર કોર્પોરેટરો પૂરતી નહોતી, પરંતુ અધિકારીઓ, પત્રકારો, પટ્ટાવાળા, માર્શલ અને મુલાકાતીઓ સહિત 350 થી 400 લોકો માટે હતી. ભાવ વધારા અંગે તેમણે તર્ક આપ્યો કે, 'વેપારીનો ભાવ ₹800 હતો પણ આપણને ₹750માં આપ્યા હતા. ભજીયા એકદમ ઓઇલ ફ્રી અને ઉત્તમ ક્વોલિટીના હતા. લોકોના સ્વાસ્થ્ય સાથે સમાધાન કરીને સસ્તું ગોતવું યોગ્ય નથી. આ એક પ્રકારનો મોટો જમણવાર જ હતો અને ભાવપૂર્વક સારું ખવડાવવું એ કોઈ ગુનો નથી.' પરંપરા તોડીને પ્રજાના પરસેવાની કમાણી વેડફાઈ: કોંગ્રેસનો આક્ષેપ શાસકોના આ દાવા સામે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાયકલવાલાએ જોરદાર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે, સુરત પાલિકાની પરંપરાગત સામાન્ય સભામાં ક્યારેય આવી રીતે મિજબાનીઓની વ્યવસ્થા કરવામાં આવતી નથી. ભાજપના શાસકોએ સામાન્ય સભાના બહાને પ્રજાના પરસેવાની કમાણીનું આંધણ કરી દીધું છે. તાપી ભવનની આસપાસ ₹350 થી ₹400માં મળતા ભજીયા ₹800ના ભાવે મંગાવીને સત્તાધીશોએ કરદાતાઓના નાણાંની ખુલ્લેઆમ બરબાદી કરી છે. મોંઘવારીમાં પીસાતી જનતાના પૈસાનો આ પ્રકારનો વેડફાટ સહેજ પણ ચલાવી શકાય નહીં. જનતામાં ભારે નારાજગી, કમિશનર સામે તપાસની અપેક્ષા એક તરફ સુરત શહેરની સામાન્ય જનતા ખાડા, ગંદકી અને રોડ-રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહી છે, ત્યારે બીજી તરફ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સામાન્ય સભામાં જ લાખો રૂપિયાના ભજીયા આરોગી રહ્યા હોવાથી શહેરીજનોમાં ભારે નારાજગી ફેલાઈ છે. નિયમો અને કરકસરને નેવે મૂકીને કરવામાં આવેલા આ બેફામ ખર્ચ બાદ હવે શહેરમાં એવી ચર્ચા ઊઠી છે કે શું મ્યુનિસિપલ કમિશનર કે ઓડિટ વિભાગ આ ખરીદીની કોઈ વિધિવત તપાસ કરશે? આ ખોટા ખર્ચ માટે જવાબદારો સામે કોઈ પગલાં ભરાશે કે કેમ તે હવે જોવાનું રહ્યું.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan