Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

NSIT-IFSCS જેતલપુર ખાતે શૈક્ષણિક સત્ર 2026નો ભવ્ય પ્રારંભ:આધુનિક 'સિક્યુરિટી ઓપરેશન્સ સેન્ટર' (SOC) લેબનું ઉદ્ઘાટન કરાયું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 13, 2026 👁 8 views
NSIT-IFSCS જેતલપુર ખાતે શૈક્ષણિક સત્ર 2026નો ભવ્ય પ્રારંભ:આધુનિક 'સિક્યુરિટી ઓપરેશન્સ સેન્ટર' (SOC) લેબનું ઉદ્ઘાટન કરાયું
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર સાથે સંલગ્ન નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી – ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સિક્યુરિટી (NSIT-IFSCS), જેતલપુર, અમદાવાદ દ્વારા નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ નિમિત્તે “દીક્ષારંભ ૨૦૨૬” ઓરિએન્ટેશન કાર્યક્રમનું ઓડિટોરિયમ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. “જ્ઞાનનું પ્રથમ કિરણ એક નવા ભવિષ્યની શરૂઆત દર્શાવે છે” થીમ આધારિત આ ત્રિ-દિવસીય કાર્યક્રમ સંસ્થાના મુખ્ય સંરક્ષક શાસ્ત્રી સ્વામી આત્મપ્રકાશ દાસજી, શ્રી જનમંગલ સ્વામીજી અને વાઇસ પ્રેસિડેન્ટ ધર્મેશ વંડરાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જ્ઞાન અને વિઝનની નવી સફર કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ પ્રો. (ડૉ.) શૈલેષ અય્યરે તમામ નવપ્રવેશિત વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ધ્રુવ પંડિત, પ્રો. (ડૉ.) રોબર્ટ ગ્રીન, ડૉ. મધુસૂદન આર.એન. અને વિજય મંડોરા જેવા વ્યાવસાયિક અને શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને ટેકનોલોજી, ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યુરિટી ક્ષેત્રે શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને ભવિષ્યની ઉભરતી તકો વિશે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 'સિક્યુરિટી ઓપરેશન્સ સેન્ટર' (SOC) લેબનું લોકાર્પણ આ પવિત્ર પ્રસંગે આદરણીય સ્વામીજી અને મહાનુભાવોના હસ્તે સંસ્થા ખાતે અદ્યતન 'સિક્યુરિટી ઓપરેશન્સ સેન્ટર' (SOC) લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ લેબની સ્થાપનાથી સાયબર સિક્યુરિટી, ડિજિટલ ફોરેન્સિક્સ અને કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓને ઝડપથી બદલાતા ડિજિટલ યુગમાં વાસ્તવિક અને વ્યવહારુ (પ્રાક્ટિકલ) કૌશલ્ય પ્રાપ્ત કરવાનો સિંહફાળો મળશે. SOC લેબથી વિદ્યાર્થીઓને મળનારા મુખ્ય લાભો: રિયલ-ટાઇમ થ્રેટ મોનિટરિંગ: વાસ્તવિક સમયમાં સાયબર જોખમોનું નિરીક્ષણ અને તપાસ. SIEM અને ઇન્સિડન્ટ રિસ્પોન્સ: સિક્યુરિટી ઇન્ફર્મેશન મેનેજમેન્ટ અને સાયબર હુમલા સામે ત્વરિત પ્રતિભાવ તાલીમ. નેટવર્ક સિક્યુરિટી અને ડિજિટલ ફોરેન્સિક્સ: સિસ્ટમની ખામીઓની તપાસ (Vulnerability Assessment) અને ફોરેન્સિક પૃથક્કરણ. પ્રેક્ટિકલ એક્સપોઝર: 'કેપ્ચર-ધ-ફ્લેગ' (CTF) જેવી કસરતો, વર્કશોપ, સાયબર ડ્રિલ અને શૈક્ષણિક પ્રોજેક્ટ્સમાં ઉપયોગી. આ આધુનિક લેબ સ્થાપિત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના ઝડપથી વિકસતા સાયબર સિક્યુરિટી ઇકોસિસ્ટમ માટે ઉદ્યોગ-સક્ષમ અને અત્યંત કુશળ માનવસંસાધન (Cyber Security Professionals) તૈયાર કરવાનો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan